મહેસાણા ઇન્કમ ટેક્ષ ઓફીસના બે કર્મચારીઓ રૂ. 400ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

મહેસાણાની ઇન્કમ ટેક્ષ ઓફીસના બે કર્મચારીઓને બુધવારે એ.સી.બી.એ. રૂ. 400 ની લાંચ લેતાં કચેરીમાં જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ટેક્સ આસીસ્ટન્ટ અને પટાવાળાએ પાન નંબર શોધી આપવા અરજદાર પાસે રૂ. 500 ની માંગણી કરી હતી. જા કે, અરજદારે રકઝક કરી રૂ. 400 આપવાનું નક્કી કર્યું હતું.

એક અરજદારનું પાનકાર્ડ ખોવાઇ ગયું હોવાથી તે મહેસાણાની ઇન્કમ ટેક્ષ ઓફીસે પાન નંબર મેળવવા આવ્યા હતા. જ્યાં ઇન્કમ ટેક્ષ ઓફીસના ટેક્સ આસીસ્ટન્ટ હર્ષદભાઇ કાન્તીલાલ નાઇ (રહે. 4, આનંદનગર સોસાયટી, ચિરાગ પ્લાઝાની ગલીમાં, માનવ આશ્રમ ચોકડી, મહેસાણા, મૂળ રહે. દેણપ, તા. વિસનગર) અને કરાર આધારીત પટાવાળા અલ્પેશભાઇ બળદેવભાઇ શ્રીમાળી (રહે. 11, અંબિકા હાઉસિંગ સોસાયટી, માનવ આશ્રમ ચોકડી, મહેસાણા) એ અરજદાર પાસેથી પાન નંબર શોધી આપવા રૂ. 500 ની લાંચ માંગી હતી. જો કે, રકઝક બાદ રૂ. 400 માં નક્કી કરાયું હતું.

 

આ અંગે અરજદારે એ.સી.બી.ને જાણ કરી હતી. જેને લઇ ગાંધીનગર મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપર વિઝન હેઠળ મહેસાણા એ.સી.બી. પી.આઇ. એ.વાય.પટેલની ટીમે બુધવારે છટકું ગોઠવ્યું હતું. જેમાં પટાવાળાના કહેવાથી ટેક્સ આસીસ્ટન્ટને રૂ. ૪૦૦ ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ અંગે
લાંચરૂશ્વતની માંગણી કરતાં અન્ય તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

 

From –Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!