થરાદના માંગરોળ ગામમાં મેડીકલ સ્ટોર્સમાં ગેરકાયદેસર દવાઓ વેચતાં શખ્સને પોલીસે ઝડપી પાડયો

- Advertisement -
Share

થરાદ પંથકમાં કોરોના કહેર વચ્ચે મેડીકલ સ્ટોર્સમાં ગેરકાયદેસર દવાનો જથ્થો રાખી તબીબના પ્રિક્રસીપ્શન વગર વેચાણ કરતાં શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં પૂજા યાદવની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતાં પંથકના મેડીકલ સ્ટોર્સ ધારકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મેડીકલ સ્ટોર્સમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત દવાનો જથ્થો પડ્યો હોઇ શખ્સ તબીબના પ્રિક્રસીપ્શન વગર વેચાણ કરી રહ્યો છે. જેથી તાત્કાલીક પંચો સાથે રેડ કરી કાર્યવાહી હાથ ધરતાં દવાના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, રેન્જ આઇ.જી. જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લાના પોલીસ વડા તરૂણ દુગ્ગલે જીલ્લામાં મહામારીના સમયે મેડીકલ સેવાઓમાં કાળાબજારી રોકવા સુચના આપી હતી. જે અનુસંધાને થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ સહીતની ટીમે મોટી કાર્યવાહી કરી છે. થરાદના માંગરોળ ગામે હાઇવે રોડની બાજુમાં આવેલ ચૌધરી મેડીકલ સ્ટોર્સમાં રેડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં થરાદ જે.બી. ચૌધરી સહિતને સાથે રાખી એ.એસ.પી.ની ટીમે મેડીકલ સ્ટોર્સમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, ‘કોરોના કાળમાં થરાદ પંથકમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાતાં પંથકના મેડીકલ સ્ટોર્સ ધારકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઇકાલે બપોરે બારેક વાગ્યે શરૂ થયેલ કાર્યવાહી સાંજે લગભગ સાતેક વાગ્યા સુધી ચાલી હતી. જેમાં પોલીસે વિનોદ ધીરજભાઇ ચૌધરી (ઉં.વ.આ. 25, રહે. રાજકોટ, તા. થરાદ) ઝડપી પાડ્યો છે. આ સાથે દવાઓ સહીત રૂ. 1,536 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીના પોલીસ કોન્સ્ટેબલ વસનાભાઇએ શખ્સ વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે થરાદ પોલીસે આરોપી સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ-22(એ) મુજબ ગુનો નોંધ્યો હોઇ કેસની તપાસ પી.એસ.આઇ. મનિષકુમાર ચલાવી રહ્યા છે.’

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!