ભારતમાં ફરીથી ઘાતક વેરિયન્ટ મળ્યો:પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિસર્ચમાં મળ્યો નવો સ્ટ્રેન, વેઇટ લોસ-ફેફસાં માટે હાનિકારક

- Advertisement -
Share

ભારતમાં કોરોનાના નિયંત્રણ હેઠળની પરિસ્થિતિ વચ્ચે ડરામણા સમાચારો સામે આવ્યા છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)એ કોરોનાવાયરસના જિનોમ સિક્વન્સિંગમાં એક નવો પ્રકાર શોધી કાઢયો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. ઇન્સ્ટિટ્યૂટે તેનું નામ B.1.1.28.2 રાખ્યું છે. એ ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટની જેમ જ ગંભીર છે. એનાથી સંક્રમણ લાગતાં લોકોમાં કોરોનાનાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.

 

વેરિયન્ટનો અભ્યાસ કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે તે લોકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આ વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક છે કે કેમ એ જોવા માટે સ્ક્રીનિંગ કરવાની જરૂરિયાત કહેવામાં આવી છે. NIVનો આ અભ્યાસ bioRxiv માં ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવ્યો છે.

 

 

જ્યારે આ જ સંસ્થાના અન્ય એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું હતું કે સ્વદેશી કોરોનાની વેક્સિન કોવેક્સિન પણ આ વેરિયન્ટ સામે અસરકારક છે અને વેક્સિનના બે ડોઝ દ્વારા જે એન્ટિબોડીઝ બને છે એનાથી આ વેરિયન્ટને ન્યૂટ્રિલાઇટ કરી શકાય છે.

હેલ્થ નિષ્ણાતો કહે છે કે જ્યારે B.1.1.28.2 વેરિયન્ટથી સંક્રમણ લાગે છે ત્યારે વ્યક્તિનું વજન ઓછું થવાનું શરૂ થાય છે. એનું સંક્રમણ ઝડપથી ફેલાવાને કારણે દર્દીના ફેફસાંને નુકસાન થાય છે. આ વેરિયન્ટ ફેફસાંમાં ઘા અને તેમાં ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ અભ્યાસ કોવિડની જિનોમ સર્વેલન્સની જરૂરિયાત પર ભાર મૂકે છે, જેથી ટૂંક સમયમાં કોરોનાના નવા-નવા વેરિયન્ટ વિશે વહેલી તકે જાણી શકાશે.

જિનોમ સિક્વન્સિંગ લેબ્સ એવા મ્યૂટન્ટ્સને શોધી રહી છે જે કોરોના સંક્રમણમાં અચાનક આવતા ઉછાળા પાછળનું કારણ હોય છે. હાલમાં ભારતીય SARS-CoV-2 જિનોમ સિક્વન્સિંગ હવેકન્સોર્ટિયા (INSACOG) હેઠળ 10 રાષ્ટ્રીય લેબ્સ દ્વારા આશરે 30,000 નમૂના અનુક્રમે બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પણ જિનોમ સિક્વન્સિંગ માટે સંસાધનો વધારવાનું કામ કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને હાલમાં કન્સોર્ટિયમમાં વધુ 18 લેબ્સ ઉમેરવામાં આવી છે.

ડેલ્ટા અથવા B.1.617 સ્ટ્રેન જેને ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન તરીકે પણ ઓળખાય છે, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આને લીધે અહીં આવેલી મહામારીની બીજી લહેરની ખરાબ રીતે અસર થઈ છે. દેશના સૌથી અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવેલા અડધાથી વધુ નમૂનાઓમાં B.1.617 વેરિયન્ટ મળ્યો હતો.

ભારતમાં હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરિયન્ટને કારણે લોકોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વેરિયન્ટને કારણે કોરોના દર્દીઓમાં એવાં લક્ષણો પણ દેખાય રહ્યાં છે, જે સામાન્ય રીતે તેમનામાં જોવા મળતાં નથી. દેશના ડોકટરોએ શોધી કાઢ્યું છે કે સાંભળવામાં ઘટાડો, ગેસ સંબંધિત સમસ્યાઓ, બ્લડ ક્લોટ અને ગેંગરીન જેવાં લક્ષણો પણ ડેલ્ટા વેરિઅન્ટને કારણે જોવા મળે છે. ચેપી રોગના નિષ્ણાત અબ્દુલ ગફૂરે ટાંકેલા બ્લૂમબર્ગના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો.

 

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!