પાલનપુરના કાણોદર હાઇવે નજીક ટ્રક પલટાતા સર્જાયો અકસ્માત

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે નજીક સોમવારે સવારે અમદાવાદ તરફથી આવતી ટ્રક પલટી જતા ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.

 

 

પાલનપુર-મહેસાણા સિક્સ લેન્થની કામગીરી આરંભાઈ છે. અને કાણોદરથી જગાણા આવતા ત્રણ જેટલા ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જેને લઈ અવાર-નવાર અકસ્માત થતાં ઘણા લોકો મોતને ભેટ્યા છે.

 

 

આ કામગીરીમાં  નજીક ડાયવર્ઝન આપતા સોમવારે અમદાવાદથી પાલનપુર તરફ જઈ રહેલા ટ્રક નંબર GJ-08-Z-4876 નંબર ટ્રક પલટી જતા ટ્રકમાં રહેલ માલ સામાન રોડ ઉપર વેરવિખેર થઇ ગયો હતો. સદનસીબે ડ્રાઈવર અને ક્લિનરને સામાન્ય ઇજા થતાં નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!