સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોની પોલીસને આદેશ આપ્યો છે કે, તેમણે સેક્સ વર્કસના કામમાં દખલગીરી ન દેવી જોઇએ. કોર્ટે સેક્સ વર્કને વ્યવસાય માનીને કહ્યું છે કે, પોલીસે વ્યસ્ક અને સહમતીથી સેક્સ વર્ક કરનાર મહીલાઓ પર ગુનાહીત કાર્યવાહી ન કરવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સેક્સ વર્કસે પણ કાયદા અંતર્ગત ગરિમા અને સમાન સુરક્ષાના હક્કદાર છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, બી.આર. ગવઇ અને એ.એસ.બોપન્નાની બેન્ચે સેક્સ વર્કસના અધિકારોને સુરક્ષિત કરવાની દિશામાં 6 નિર્દેશ આપતાં કહ્યું છે કે, સેક્સ વર્કસે પણ કાયદાના સમાન સંરક્ષણના હક્કદાર છે.

બેન્ચે કહ્યું છે કે, જ્યારે એ વાત સ્પષ્ટ છે કે, સેક્સ વર્કર વયસ્ક છે અને પોતાની મરજીથી આ કામ કરી રહી છે તો પોલીસે તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઇએ અને કોઇ ગુનાહીત કાર્યવાહી કરતાં પણ બચવું જોઇએ. કોર્ટે કહ્યું, આ દેશના દરેક વ્યક્તિને બંધારણની કલમ-21 અંતર્ગત સન્માનજનક જીવન જીવવાનો અધિકાર છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે, જ્યારે પોલીસ દરોડા પાડે ત્યારે સેક્સ વર્કસની અટકાયત અને તેમને પરેશાન ન કરે. કારણ કે, ઇચ્છાથી સેક્સ વર્કર બનવું બંધારણીય ગુનો નથી. પરંતુ કુટણખાનું ચલાવવું ગેરકાયદે છે.

કોઇ મહીલા સેક્સ વર્કર છે. માત્ર તે કારણથી તેના બાળકને તેનાથી અલગ ન કરવું જોઇએ. મૌલિક સુરક્ષા અને સન્માન પૂર્ણ જીવનનો અધિકાર સેક્સ વર્કર અને તેમના બાળકોને પણ છે. જો કોઇ સગીર કુટણખાનામાં જોવા મળે અને સેક્સ વર્કર સાથે રહેતું હોય તો એવું ન માનવું જોઇએ કે તે બાળકને અપહરણ કરીને ત્યાં લાવવામાં આવ્યું છે.
જો કોઇ સેક્સ વર્કર સાથે જાતીય સતામણી થાય તો તેને કાયદા અંતર્ગત તુરંત મેડીકલ સહાય મળવી જોઇએ. સેક્સ વર્કર માટે પોલીસ ક્રૂર અને હીંસક વલણ અપનાવે છે. આ એક એવા પ્રકારનો વર્ગ છે જેમના અધિકારોને માન્યતા મળી નથી. પોલીસ અને અન્ય કાયદાકીય એજન્સીઓએ સેક્સ વર્કરના અધિકારો પ્રતિ સંવેદનશીલ થવું જોઇએ.

સેક્સ વર્કસને પણ નાગરિકો માટે બંધારણમાં નક્કી દરેક પાયાના માનવધિકારો અને અન્ય અધિકારોનો હક્ક છે. પોલીસે દરેક સેક્સ વર્કસ સાથે સન્માનીય વ્યવહાર કરવો જોઇએ અને તેની સાથે મૌખિક કે શારીરિક રીતે ખરાબ વર્તન ન કરવું જોઇએ.
એટલું જ નહીં કોર્ટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાને પણ યોગ્ય દિશા-નિર્દેશ જાહેર કરવાની અપિલ કરી છે. જેથી દરોડા, અટકાયત તે અન્ય કોઇ કાર્યવાહી દરમિયાન સેક્સ વર્કરની ઓળખ જાહેર ન થાય. પછી ભલે તે પીડીત હોય કે આરોપી. તે ઉપરાંત એવી કોઇ તસવીરનું પ્રસારણ ન કરવું જોઇએ જેના કારણે તેની ઓળખ જાહેર થાય.

સુપ્રીમ કોર્ટે રાજ્યોના શેલ્ટર હોમના સર્વે કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જેથી જે વ્યસ્ક મહીલાઓની તેમની ઇચ્છા વિરૂધ્ધ અટકાયત કરાઇ છે. તેમની સમીક્ષા કરવામાં આવે અને તેમને છોડાવવાની કાર્યવાહી કરી શકાય. સેક્સ વર્કસ તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમને ગુનાહીત સામગ્રી ન માનવામાં આવે અને તેને પૂરાવા તરીકે રજૂ ન કરવા જોઇએ.
સેક્સ વર્કસની મુશ્કેલીઓ વિશે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરાઇ સુપ્રીમ કોર્ટે આ આદેશ સેક્સ વર્કસની પુનર્વાસ માટે બનાવવામાં આવેલી પેનલની ભલામણના આધારે આપ્યા છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં કોરોના દરમિયાન સેક્સ વર્કસને આવેલી મુશ્કેલીઓ વિશે દાખલ એક અરજી વિશે સુનાવણી થતી હતી.
આ દરમિયાન કોર્ટે સરકાર અને લીગલ સર્વિસ ઓથોરિટીને સેક્સ વર્કસ માટે વર્કશોપનું આયોજન કરવા પણ કહ્યું હતું. જેથી તેમને તેમના અધિકારો વિશે તેમને શાની મંજૂરી છે અને કઇ વાતની મંજૂરી નથી જેવી વગેરે માહિતી મળી શકે. આ દેશમાં દરેક વ્યક્તિને બંધારણની કલમ-21 અંતર્ગત સન્માનજનક જીવન જીવવાનો અધિકાર છે.
From – Banaskantha Update