કોરોનાને લઈને જનસેવા કેન્દ્રોની સેવા બંધ કરવામાં આવી હતી

- Advertisement -
Share

#Banaskantha માં જનસેવા કેન્દ્રો આજથી શરૂ થતાં દસ્તાવેજો મેળવવા લોકોએ લાઇનો લગાવી

 

કોરોના સંક્રમણને લઈને છેલ્લા એક માસથી જનસેવા કેન્દ્રો બંધ હતા જનસેવા કેન્દ્રો પર મળતા ઉતારા લોકોની જરૂરિયાત મુજબના દસ્તાવેજોની સેવાઓ બંધ કરાઇ હતી. જોકે, એક માસથી ઉતારા અને દસ્તાવેજો માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા આજથી જનસેવા કેન્દ્રો શરૂ થયા છે. જેને લઇને લોકો પોતાના મહત્વના દસ્તાવેજો મેળવવા કતારમાં ઉભા છે.

 

 

ખેડૂતોને અને લોકોને પોતાના રોજીંદા કામમાં ઉતારા અને દાખલા અને દસ્તાવેજોની જરૂર પડતી હોય છે.

 

 

જોકે, એક માસથી જનસેવા કેન્દ્ર બંધ હોવાથી ઉતારા અને દાખલા મેળવવામાં હાલાકી પડતી હતી. ત્યારે આજે જનસેવા કેન્દ્રો શરૂ કરાતા લોકો વહેલી સવારથી જ પોતાના દસ્તાવેજો મેળવવા માટે જનસેવા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને છેલ્લા એક માસ દરમિયાન જે હાલાકી પડી છે કે દસ્તાવેજ મળ્યા નથી જે આજે જનસેવા કેન્દ્રો શરૂ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!