ડીસાના કાંટ ગામ નજીક મારૂતિ સુઝુકી કાર અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં કારના ચાલકનું સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

ડીસા તાલુકાના કાંટ ગામ નજીક મારૂતિ સુઝુકી કાર અને આઇશર ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્તને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે ભણશાળી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આઇશર ટ્રકનો ચાલક આઇશર ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે આઇશર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કાંટ ગામ રોડ ઉપર પાંજરાપોળ નજીક મારૂતિ સુઝુકી કાર નં. જીજે-08-એફ-5917 અને આઇશર ટ્રક નં. જીજે-05-ડીએક્સ-4517 સામસામે ટકરાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં મારૂતિ સુઝુકી કારમાં સવાર ધર્મેશભાઇ અશોકકુમાર લોધા (ઉં.વ.આ. 19) (મૂળ રહે. આબુ રોડ, કેસરગંજ, લોધવાડા, તા. આબુ રોડ, રાજસ્થાન, હાલ રહે. ડીસા-ઢુવા રોડ, સરસ્વતી કોલ્ડ સ્ટોરેજની સામે, તા. ડીસા, જી. બનાસકાંઠા) વાળાને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેને કારમાંથી બહાર નીકાળી 108 વાન મારફતે સારવાર અર્થે ભણશાળી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી ડીસાની ક્રિષ્ના ઇમેજીંગ સેન્ટરમાં સીટી સ્કેન કરાવવા માટે લઇ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ડીસાની ક્રિષ્ના ઇમેજીંગ સેન્ટરમાંથી લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે આઇશર ટ્રકનો ચાલક આઇશર ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. આ સમાચાર વાયુવેગે પરિવારને મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટાળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે આઇશર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From –Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!