ઓઢવા ગામે સેવાભાવી પરિવાર દ્વારા ગાયોની પૂજા કરી ગોવાળોને જમાડી ગાયોને બાજરીનો ઊભો પાક ચારવામાં આવ્યો

- Advertisement -
Share

કોરોના મહામારીમાં ડીસા તાલુકાના ઓઢવા ગામના શિક્ષણ અને સેવાકાર્યમાં અગ્રેસર એવા સેંધાભાઈ મશરુભાઈ મકવાણા અને તેમના પુત્રો ઈશ્વરભાઈ, મગશીભાઈ, પરબતભાઈ, તળજાભાઈની પ્રેરણાથી ગાયોનું પૂજન કરી ખેતરની જમીનમાં બાજરીના પાકને ગાયોને ચરાવા આપી દીધો હતો.

 

 

 

 

ભર ઉનાળે ઘાસચારા વગર ટળ વળતી ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળી રહેતા ગાયોના ગોવાળ ખુશ થઈ ગયા હતા.વધુમાં ગાયોના ગોવાળોને પણ ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો હતો.

 

 

 

કોરોના મહામારી વચ્ચે હવે લોકો પૂણ્યનાં કાર્યમાં વધુ જોડાયા છે જો આ મહામારીમાંથી ઉગરવું હસે તો પૂણ્ય તો કરવું જ પડશે એવું લોકો માની રહ્યા છે. લોકોની માન્યતા પ્રમાણે પુણ્ય સિવાય કશુ જ મળતું નથી. ત્યારે હવે મહામારીમાં કોરોના કેટલાય પરિવારના નિર્દોષ લોકોનો જીવ ગુમાવ્યા છે તો તેમની આત્માને શાંતિ પ્રદાન થાય તે હેતુથી પણ સેવાનાં કાર્ય કરવામાં આવી રહ્યા છે.

 

 

 

 

ભર ઉનાળે ઘાસચારા વગર ટળ વળતી ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળી રહેતા ગાયોના ગોવાળ ખુશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં પાણી અને ઘાસચારાની અછતને કારણે અનેક માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરતા હોય છે. ત્યારે અહીં ઘાસચારો અને પાણી આપી પશુઓને જીવાડતા હોય છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!