ડીસા-પાલનપુર હાઇવે પર કોઇ ટોલ પ્લાઝા બનવાનો નથી : ભાજપના ઉમેદવાર

- Advertisement -
Share

ભાજપના ઉમેદવાર દ્વારા સોશિયલ મીડીયામાં ખુલાસો

 

ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા ઉભુ થઇ રહ્યું હોવાની અને આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તેવી વાતો સોશિયલ મીડીયા દ્વારા વહેતી થઇ હતી.
પરંતુ આ વાતો માત્ર અફવા છે અને આવો કોઇ ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં તેવો ખુલાસો કરી કોંગ્રેસ અફવાઓ ફેલાવી અરાજકતા ફેલાવતી હોવાનું ડીસા ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીએ જણાવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી માટે અત્યારે પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વિપક્ષો પ્રજાને આકર્ષવા સત્તા પક્ષ કેવા પ્રજા વિરોધી કાર્ય કરી રહી છે તેવી વાતો બજારમાં મૂકી રહ્યા છે.

 

ત્યારે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડીયામાં ડીસા-પાલનપુર હાઇવે પર ચંડીસર નજીક ટોલ પ્લાઝા ઉભો થઇ રહ્યો હોવાનું અને અદાણી કંપની દ્વારા આગામી સમયમાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવશે તેવી વાતો વહેતી થઇ હતી.
જ્યારે હાલમાં ચાલી રહેલા કામના ફોટો અને વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે આ અંગે ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીએ ખુલાસો કરતો વિડીયો વાયરલ કર્યો છે.

 

કોંગ્રેસ અત્યારે હાર જોઇ ગઇ હોવાથી લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી અફવા ફેલાવે છે. ડીસા-પાલનપુર હાઇવે પર કોઇ પ્રકારનું ટોલનાકું બનતું નથી અને કોઇ પ્રકારનો ટોલ ટેક્સ લેવાશે નહીં. જ્યારે આ અંગે ચંડીસરના સરપંચ દ્વારા પણ એક પોસ્ટ વાયરલ કરાઇ હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ચંડીસર હાઇવે પર હાલમાં ચાલી રહેલું કામ પાણી નિકાલ માટે આર.સી.સી. બોક્ષ કલવટ બનાવવાનું કામ ચાલે છે. અહીં કોઇ ટોલનાકું બનવાનું નથી તેવી નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે પણ વાત થઇ છે. જેથી લોકોને આવી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!