પશુપાલકોની જીવાદોરી એવી બનાસડેરીમાં રેકોર્ડ તોડ 82 લાખ લિટર દૂધની આવક

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમી બનાસડેરીમાં ગઈકાલે વિક્રમજનક 82 લાખ લિટર દૂધની આવક થતાં 55 લાખ લિટર દૂધની પ્રક્રિયાની ક્ષમતા ધરાવતી બનાસ ડેરી માટે દૂધનો અવેર અને વેચાણ કરવાની પડકારજનક સ્થિતિ સર્જાઈ છે.

 

 

 

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત રાજયની તમામ ડેરીઓનું કૂલ દૂધ સંપાદન 2.25 કરોડ લીટર છે, જેમાં માત્ર બનાસ ડેરીનું દૂધ સંપાદન 85 લાખ લીટર થવા જાય છે, ત્યારે બનાસ ડેરી પણ તેના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલીડે ન રાખવો પડે તે પ્રમાણે પડકાર જનક સ્થિતિમાં દુધનો અવેર કરી રહી છે. બનાસડેરીમાં 1000 ટેન્કરો મારફતે દૂધનું વહન થઇ રહ્યું છે અને રાધનપુર તેમજ ખીમાણા દૂધ શીત કેન્દ્રો પણ કાર્યરત કરીને દૂધના જથ્થાને મેળવીને બહારની ડેરીઓને પણ દૂધનો પુરવઠો મોકલી રહી છે.

 

 

જેમાં મધર ડેરીને દૈનિક 14 લાખ લીટર દૂધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે, એ જ રીતે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા ખાતે પણ દૂધ મોકલાવી રહ્યા છે. બનાસ ડેરીની સમગ્ર ટીમના સુદઢ અને સમયસરના આયોજનને પરિણામે આટલા મોટા દૂધના જથ્થાનો પડકારજનક સ્થિતિમાં અવેર તો થઈ રહ્યો છે પરંતુ જે પ્રમાણે દૂધની આવક વધી રહી છે તે જોતા મિલ્ક હોલીડે રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે સણાદર ખાતેનો નવો ડેરી પ્લાન્ટ આગામી એક દોઢ વર્ષમાં કાર્યરત થશે ત્યારે વધતાં જતાં દૂધની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!