બનાસકાંઠાના થરાદમાં સૌપ્રથમ વાર આઈ.એ.એસ અને આઈ.પી.એસ દંપતીની એક સાથે ફરજ

- Advertisement -
Share

થરાદના આઈ.પી.એસ મહિલા અધિકારીના આઈ.એ.એસ પતિનું બનાસકાંઠામાં ફર્સ્ટ પોસ્ટીંગ આસિ.કલેકટર તરીકે થવા પામ્યું હતું. જેમને ત્રણ મહિના માટે થરાદ મુકામે આસિ.કલેકટર તરીકે ફરજ ઉપર મુકવામાં આવતાં તેઓ મંગળવારે હાજર થયા હતા. જ્યાં તેમનું થરાદના પ્રાંત અધિકારી વિ.સી બોડાણા તથા મામલતદાર દિલીપકુમાર દરજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેંબરમાં થરાદ પોલીસ મથકમાં સૌપ્રથમ વખત મહિલા આઈ.પી.એસ અધિકારી તરીકે પુજા યાદવની નિમણુંક થતાં 2018ની કેડરના અધિકારીની મદદનીશ એસ.પી તરીકે થરાદ વિભાગીય પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો.

 

 

 

 

ત્યાર બાદ ગત ડીસેંબરમાં ગુજરાત કેડરના 2018 બેંચના આઈ.પી.એસ અધિકારી પુજા યાદવે કેરળ કેડરના આઈ.એ.એસ વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેને કારણે વિકલ્પ ભારદ્વાજને ગુજરાત કેડરમાં ટ્રાન્સફર અપાઈ હતી. જેઓ 2017ની બેચના આઈ.એ.એસ છે.

 

 

 

 

ત્યાર બાદ કેડર ચેંજ કરવાની પ્રક્રિયા કરતાં પતિનું કેડર ગુજરાતમાં ચેંજ થયું હતું. વિકલ્પ ભારદ્વાજ કેરળના વાયનાડ જીલ્લામાં આસી.કલેક્ટર અને આસી.મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!