ગુંદરી ચેક પોસ્ટ પરથી ફેલ્સપાર ખનીજ ભરીને આવતી 4 ટ્રક ઝડપાઇ : રુ. 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાની ગુંદરી ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી ફેલ્સપાર ખનીજ ભરીને આવતા પાસ પરમીટ વગરના 4 ટ્રેલરને બાતમીના આધારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ઝડપી પાડ્યા છે. ભૂસ્તર વિભાગની ટીમે રૂપિયા 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાશ હાથ ધરી છે.

[google_ad]

 

બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વીભાગ દ્વારા ગુંદરી ચેકપોસ્ટ પરથી ફેલ્સપાર ખનીજ ભરીને રાજસ્થાન તરફથી આવતા 4 ટ્રેલરને ઝડપી લેવાયા છે. થોડાક દિવસ અગાઉ મધરાત્રે ભૂસ્તર વિભાગના અધિકારીઓ ડમ્પરમાં બેસી ખનીજ ચોરી ઝડપી હતી.

[google_ad]

 

ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ગુંદરી ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા ટ્રેલરોને ભૂસ્તર વિભાગે બાતમી દ્વારા ઝડપી પાડયા છે. ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી ફેલ્સપાર ખનીજ ભરીને આવતા 4 ટ્રેલરને ભૂસ્તર વિભાગે ઝડપી રુ. 1.60 કરોડનો મુદ્દામાલ કબજે લઇ 15 લાખના દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકારી સુભાષ જોશીની કડક કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ મચ્યો છે.

[google_ad]

 

 

ભૂસ્તર વિભાગના અધિકારી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે, આજે અમારી ટીમને બાતમી મળી હતી કે બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ રાજસ્થાનથી ફેલ્સપાર ખનીજ ભરીને આવતી પાસ વગરની 4 ટ્રેલર આવી રહી છે. અમે વોચ ગોઠવી ગુંદરી ચેકપોસ્ટ ખાતેથી 4 ટ્રેલર ઝડપી પાડ્યા છે અને અંદાજિત રુપિયા 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે 15 લાખથી વધુના દંડની વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!