4.5 કરોડ રૂપિયા ચેકિંગ દરમિયાન ગાડીની સીટ નીચેથી મળી આવ્યા : 2ની અટકાયત

- Advertisement -
Share

કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જોઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની અટકાયત કરી છે.

જિલ્લાના બિછીવાડા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી. ગુજરાતની બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી સાડા ચાર કરોડની રોકડ રકમ મળી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના જણાવ્યા અનુસાર, સરહદ પર પોલીસે પકડેલા બંને લોકો ગુજરાતના છે.

 

 

 

 

આરોપી રણજીત રાજપૂત પાટણનો રહેવાસી છે, જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. આ બંને મોટી રકમ લઈને ગુજરાત જઇ રહ્યા હતા અને દિલ્હીથી કાર લઇને આવી રહ્યા હતા. સમરીયાના જણાવ્યા મુજબ, આ કેસ હવાલાના વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

 

 

 

Advt

 

બિછીવાડા પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને અટકાવી તલાશી લેતાં સીટોની નીચે બનેલા ગુપ્ત ખાનામાં નોટોનાં બંડલ દેખાયાં હતાં. જ્યારે કાર ચાલકોની રોકડ અંગે પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

આ પછી પોલીસે નોટોથી ભરેલી કાર કબજે કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસે કબજે કરેલી કાર અને આરોપીઓની સાથે પોલીસ મથકે પહોંચી હતી અને નોટોની ગણતરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કારમાંથી 4 કરોડ 49 લાખ 99 હજાર 500 રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!