બનાસકાંઠામાં દુષ્કર્મ આચરી યુવતીને સાસરે ન જવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

- Advertisement -
Share

લાખણી તાલુકાના કોટડા ગામની એક યુવતી પોતાના પિતાના ખેતરની બાજુમાં આવેલ ભાંણાભાઈ પટેલ સાથે પરિવાર અને ભાઈ જેવો સબંધ હતો અને જેના પરિણામે તેમનો દીકરો ભરત પટેલ પણ તેમના ઘરે આવતો જતો હતો ત્યારે આ ભરતે તેના મોબાઈલમાં વિશ્વાસમાં લઈને યુવતી જોડે એક ફોટો પાડ્યો અને ત્યાર પછીએ ફોટાના નામે યુવતીને અનેક વખતે ડરાવીને પોતાના તાબે થવા કહ્યું પણ યુવતી થઈ ન હતી.

પરણિત યુવતી પોતાના સાસરેથી પુનઃપોતાના પિતાના ઘરે કોટડા ગામે આવી અને એક દિવસ કુદરતી હાજતે ખેતરે ગઈ ત્યારે આ યુવાન પણ ત્યાં આવીને આ યુવતીને પોતાના ખેતરમાં ફોટો ડિલિટ કરવાના બહાને બોલાવીને ત્યાં આવતા જ યુવાને યુવતીની મરજી વિરુદ્ધ તેને પાડીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને ધમકી આપી કે હવે તું કોઈને કહીશ નહિ અને સાસરે ના જઈશ નહિતર હું તારા પિતા અને પતિની હત્યા કરી નાખીશ અને આ ફોટા વાયરલ કરીને સમાજમાં બદનામ કરી દઈશ.

 

 

 

 

યુવતીએ ડરના માર્યા કોઈને કહ્યું નહિ અને થોડા દિવસ પછી સાસરે ગઈ ત્યારે આ નરાધમ યુવાને પોતાના મોબાઈલમાં રહેલ ફોટા વાયરલ કરતાં આ ફોટા યુવતીના પતિના મોબાઈલમાં આવતાં તેના પતિએ પૂછપરછ કરતાં યુવતીએ સઘળી હકીકત જણાવી હતી અને પતિએ અને તેના પિતાએ હિંમત આપતાં યુવતીએ આ નરાધમ યુવાન વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ કિસ્સો લાગણીશીલ અને વિશ્વાસુ દીકરીઓ માટે લાલબત્તી સમાન છે કે કોઈપણ અન્ય યુવાન સાથે વિશ્વાસમાં આવીને મોબાઈલમાં ફોટા પડાવવા ન જોઈએ નહિતર એક દિવસ પસ્તાવાનો સમય આવે છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!