બનાસકાંઠા જીલ્લામાં ઓક્સિજનનાં અભાવે લોકોના જીવન ખતમ થઇ રહ્યા છે પણ કોઈ દેખવાવાળું નથી

- Advertisement -
Share

#Banaskantha ડીસાની સિવિલ હોસ્પિટલમાં એક દિવસ 5 લોકોના મોત ના આક્ષેપો : કોની બેદરકારીથી થાય છે મોત.?

કોરોનાએ એક વર્ષ અગાઉ દેશ અને દુનિયામાં મોતનાં ત્રાનડવની શરૂઆત કરી હતી અને દુનિયાભર માં લાખો લોકોના જીવોને ભરખી દીધા હતા ભારતમાં પણ કોરોનાએ લોકોના જીવન અને જીવીકાને ભરખી લીધી હતી જયારે આજે દુનિયામાં દિવસે દિવસે કોરોનાં આતંક ખતમ થઇ રહ્યો છે પણ ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં અને મોતની સંખ્યામાં વિશ્વમાં મોખેરે છે હવે તો કોરાના દર્દીઓની સંખ્યા કરતા લોકોની મોતની સંખ્યા લોકોને ધ્રુજાવી દે છે. બનાસકાંઠા જીલ્લમાં સતત કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેમની સારવાર માટે જીલ્લામાં હોસ્પીટલોંમાં બેડ,ઓક્ષિજન,ઈન્જેકશન જેવી સુવિધાઓની ભારે અછત સર્જાઈ રહી છે જેને લઈને મોતની સંખ્યામાં પણ રોજેરોજ વધારો થઇ રહ્યો છે અને વર્તમાનમાં ઓક્ષિજનની અછતનાં કારણે લોકો મોતને ભેટી રહ્યા છે.

#COVID19 ની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગર દ્વારા જાહેર કરેલ અખબારી યાદીમાં આજના બનાસકાંઠાના કોરોના કેસનની વિગત.
નવા પોઝિટિવ કેસની સંખ્યા:233
મોતની સંખ્યા:06
ડિસ્ચાર્જ:264
એક્ટીવ કેસની સંખ્યા:1263
આજે વેકશીન લીધેલની સંખ્યા:3912
બનાસકાંઠા જીલ્લામાં આજે વેક્સિન લીધેલ ની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે તો કોરોના દર્દીઓની રીકવરીની સંખ્યામાં મોટો વધારો પણ જોવા મળી રહ્યો છે.

આજે ડીસા સિવિલમાં હોસ્પીટલ કોરોના દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાનાં અહેવાલ છે જેમાં પ્રતેક્ષદર્શી અને મૃતકનાં સગાઓનાં કહ્યા મુજબ આજે ૫ જેટલા દર્દીઓને ઓક્ષિજનનાં અભાવે મોત થયા છે તેવા આક્ષેપો કર્યા હતા.

દર્દીના સગા

અને જેને લઈને આજે સિવિલ હોસ્પીટલ ભારે હંગામો પણ સર્જાયો હતો જોકે ડીસા સિવિલ સતાધીસો એ પોલીસ બોલાવી હતી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

ડીસા સિવલ હોસ્પિટલમાં જયારે ઓક્ષિજન ના હોવાથી અમે પોતાના જાતે ઓક્ષિજનની વ્યવસ્થા કરીએ છીએ અને અહી દરકાર લેવા પણ આવતું નથી:મહિલા દર્દીના સગા એ જણાવ્યું હતું

દર્દીના સગા

જયારે નરેન્દ્ર ગર્ગ-એપેડેમીક મેડિકલ ઓફિસર એ જણાવ્યું હતું કે દર્દી ખાનગી હોસ્પિટલ માંથી પહેલાથી જ ક્રીટીકલ હાલતમાં આવેલ છે અને તેનું ઓક્ષિજન લેવલ ૫૦ થી ૬૦ જેટલું હોવાથી તેની સારવાર કરવું ખુબજ મુશ્કેલ હોય છે.ડીસા સિવિલ માં પાંચ નહિ પણ ચાર લોકોના ઓક્સિજન ના અભાવે મોત નથી થયા સિવિલમાં ઓક્સિજન નો જથ્થો પૂરો છે.

નરેન્દ્ર ગર્ગ-એપેડેમીક મેડિકલ ઓફિસર

મોડે મોડે ડીસા સિવિલમાં કોરોના દર્દીઓના મોત મામલે આરોગ્ય તંત્રની સ્પષ્ટતા….

તંત્રનો દાવો, માત્ર 4 ના મોત થયા હોવાનો સ્વીકાર…
મફતભાઈ ધર્માંભાઈ મેવાડા (ઉ. 79 )
સંગીતાબેન લાલચંદ મહેસૂરિયા (ઉ. 47 )
તારાબેન હર્ષદભાઈ દવે (ઉ. 50)
રમેશભાઈ પરમાર (ઉ. 40 )
ના મોત ઓક્સિજનના અભાવે નહિ પરંતુ ગંભીર હાલતના લીધે થયાનો દાવો…
ચારેય મૃતક દર્દીઓને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાંથી સીવીલમાં લવાયા હતા….
પ્રથમ દર્દી ગઈરાત્રે 11 વાગ્યાથી દાખલ થયું હતું,બાકીના ત્રણ આજે સવારે દાખલ થયા હતા જેમના ક્રમશ: 2 થી 3 કલાકમાં નિપજ્યા મોત…
ઓક્સિજન વગર મોત થયા હોવાના આક્ષેપોને આરોગ્ય તંત્રએ ફગાવ્યા…

પરંતુ સત્ય એ જ છે કે બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનાં કહેર કાબુ બહાર છે અને તંત્ર પોતાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.પણ દર્દીની સારવાર માટે જરૂરી બેડ,દવાઓ,ઓક્ષિજનની સતત અછત વર્તાઈ રહી છે અને તેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવો પડે છે. જયારે વહીવટી તંત્ર લોકો પર કોરોનાં નિયમોનું પાલન કરાવવા કડક પગલા લઇ રહ્યું છે તે પ્રમાણે ઓક્ષિજન કુત્રિમ અછતને નાથવા માટે કાળાબજારીઓની તપાસ કરી જરૂરિયાતમંદ સુધી યોગ્ય સુવિધા પહોચાડવા પ્રયત્ન કરે તેવી લોકોની માંગ છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!