સાંચોર રોડ પર સિક્સ લાઇનની ધીમી ગતિની કામગીરીને લઇ વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા : વરસાદી પાણી ભરાતાં ટ્રક ખાડામાં ફસાઇ

- Advertisement -
Share

ખાડાઓમાં ઢીંચણસમા 10 જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે

 

સાંચોર રોડ પર સિક્સ લાઇનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જેથી ખેડૂતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે બીજી બાજુ રસ્તાનું કામ હલકી ગુણવત્તાના કારણે અવિરતપણે પડતાં વરસાદને પગલે હાઇવે માર્ગ પર સર્જાયેલા મસમોટા ખાડાઓ પડતાં 20 કિ. મી. હાઇવે અને સર્વિસ રોડ પર પડેલ ખાડાઓમાં
ઢીંચણસમા 10 જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. આ મહા મુશ્કેલીમાં પણ ખાડા રાજને લઇ વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે ચાલુ વરસાદે સાંચોર તરફ જઇ રહેલી ટ્રક ખાડામાં અટવાઇ હતી.

આ વરસાદી પાણીમાંથી પસાર થતાં અમુક સમયે અકસ્માત થવાનો પણ ડર પણ રહેલો હોય છે. આ હાઇવે પર અનેક વખત અકસ્માત પણ થઇ ગયા છે.

 

સિક્સ લાઇન રોડની કામગીરી દરમિયાન રોડની ઉંચાઇ થવાના કારણે આજુબાજુના ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં બેટમાં ફેરવી નાખ્યા છે.
તેમ છતાં સિક્સ લાઇન રોડના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. જેથી આ રસ્તા પર ચાલતા વાહનચાલકો અને ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!