જીતનું જશ્ન કે સરઘસ નહિ થઇ શકે, સર્ટિફિકેટ લેવા માટે બેથી વધુ વ્યક્તિ એકસાથે નહિ જઈ શકે

- Advertisement -
Share

મદ્રાસ હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા પછી ઈલેક્શન કમિશન(EC) ચૂંટણી કાર્યક્રમોમાં કોરોનાના પ્રોટોકોલને લઈને સખત થઈ ગયું છે. ઈલેક્શન કમિશને 2 મેના રોજ આવનારાં 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અંગે એક આદેશ આપ્યો છે.

 

 

 

 

એમાં કહેવામાં આવ્યું છે કે વોટોના કાઉન્ટિંગ દરમિયાન કે પરિણામ આવ્યાં પછી કોઈપણ પ્રકારનું સરઘસ કાઢી શકાશે નહિ. આ સિવાય ઉજવણી પણ થઈ શકશે નહિ. પરિણામ પછી કોઈપણ ઉમેદવાર માત્ર બે લોકોની સાથે જ પોતાનું સર્ટિફિકેટ લેવા જઈ શકે છે.

 

 

 

 

2 મેના રોજ તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવવાનાં છે. બંગાળમાં 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. અંતિમ તબક્કાઓ માટે વોટિંગ 29 એપ્રિલે થવાનું છે, બાકીનાં રાજ્યોમાં ચૂંટણી થઈ ચૂકી છે.

 

 

 

 

કોરોનાની બગડતી સ્થિતિની વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે સોમવારે ઈલેક્શન કમિશનની ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસે તો એટલે સુધી કહી દીધું કે કોરોનાની બીજી લહેર માટે ઈલેક્શન કમિશન જવાબદાર છે. તેમણે કમિશનને ચેતવણી આપી હતી કે 2 મે એટલે કે કાઉન્ટિંગના દિવસ માટે કોવિડ પ્રોટોકોલ બનાવવામાં આવે અને એનું પાલન કરવામાં આવે. જો આમ ન થયું તો અમે કાઉન્ટિંગ શિડ્યૂલ રોકવા મજબૂર થઈ જઈશું.

 

 

 

 

મદ્રાસ હાઈકોર્ટ તામિલનાડુની કરુર વિધાનસભા સીટ પર થનારા કાઉન્ટિંગને લઈને દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે વિધાનસભા સીટ પર 77 ઉમેદવાર મેદાનમાં છે, આ કારણે 2 મેના રોજ થનારા કાઉન્ટિંગના દિવસે અહીં કોવિડ પ્રોટોકોલનું પાલન થવું જોઈએ.

 

 

 

 

— કાઉન્ટિંગને લઈને હાઈકોર્ટની 6 ટિપ્પણી —

1. તમે એ વાત સુનિશ્ચિત કરો કે કાઉન્ટિંગના દિવસે કોવિડ પ્રોટોકોલ પર અમલ થાય.

2. કોઈપણ કિંમતે રાજકીય કે બિનરાજકીય કારણ કાઉન્ટિંગના દિવસે કોરાનાના વધતા કેસ માટે જવાબદાર ન હોવું જોઈએ.

3. કાઉન્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે અથવા તો એને ટાળી દેવામાં આવે.

4. લોકોનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. એ વાતનું દુઃખ છે કે પ્રશાસનને આ વાત યાદ કરાવવી પડે છે.

5. જ્યારે નાગરિકો જીવતા રહેશે ત્યારે તેઓ તેમના અધિકારોનો ઉપયોગ કરી શકશે.

6. આજની સ્થિતિ જીવતા રહેવા અને લોકોને બચાવવાની છે. બીજી બધી ચીજો એ પછી આવે છે.

 

 

 

કોરોનાની બીજી લહેરે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. એવામાં ચૂંટણી રેલીઓમાં સર્જાતી ભીડ પર સતત સવાલ થઈ રહ્યા હતા. બંગાળમાં સાતમાં તબક્કાના મતદાન પહેલાં ચૂંટણી કમિશને મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. રાજકીય પક્ષોને વર્ચ્યુઅલ સભાઓ કરવાની અપીલ કરવામાં આવી હતી.

 

*All images used in this article are just demo pictures.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!