ડીસામાં પ્રધાનમંત્રી મોદીના “ટીકા ઉત્સવ“ ના અંતર્ગત ચૌધરી સમાજ દ્વારા કોરોના રસીકરણનું આયોજન કરાયું

- Advertisement -
Share

સમગ્ર ભારતભરમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે વધતા જતા કોરોના વાયરસના કેસોના કારણે સમગ્ર ભારતભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આવા સમયે કોરોના વાયરસની લડાઈમાં જીત થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તમામ લોકો કોરોના વેકશીન લે તે માટે આહવાન કર્યું છે.

 

 

ખાસ કરીને ભારતમાં તમામ લોકો સુધી કોરોના વેકશીન પહોંચે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવનો પ્રારંભ કર્યો છે જેના થકી આવનારા સમયમાં કોરોના વાયરસની લડાઈમાં ચોક્કસથી દેશને સફળતા મળશે.

તે અંતર્ગત આજે ડીસા શહેર ચૌધરી સમાજ દ્વારા કોરોના રસીકરણ પ્રોજેકટ અંતર્ગત સરસ્વતી વિદ્યાસંકુલ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીના “ટીકા ઉત્સવ“ ના આહવાનને વધાવી દરેક જરૂરીયાત વાળા નાગરિક સુધી કોરોના વિરોધી રસીનો લાભ પહોંચે તે હેતુસર આજે આ આયોજન કરવામાં આવ્યું હતું.

 

Advt

 

આ પ્રસંગે ચૌધરી સમાજના વડીલોએ આ કોરોના રસીકરણમો લાભ લીધો હતો. તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો. આ પ્રસંગે ડીસા શહેર ચૌધરી સમાજ પ્રમુખ શામળભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ભાનુભાઇ ચૌધરી, કેમ્પ સંયોજક ડો. રીટાબેન પટેલ, મંત્રી બાબુભાઇ ચૌધરી તેમજ ચૌધરી સમાજના વડીલો હાજર રહ્યા હતા.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!