બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે થરાદમાંથી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે બે શખ્સોને ઝડપ્યા

Share

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ગુરૂવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડી હતી. જેના અંતર્ગત પોલીસે કુલ રૂ. 4.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ગુરૂવારે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વળાદરથી ભુરીયા બાજુ આવતી એક ઇનોવા ગાડી નં. GJ-18-X-0960 માં દારૂની 544 બોટલ જેની કિંમત રૂ. 1,83,016 અને ઇનોવા ગાડી સહીત કુલ રૂ. 4,93,016 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

જેમાં પોલીસે ઇનોવા ગાડી ચાલક દિનેશ વિશ્નોઇ અને જગદીશ વિશ્નોઇની અટકાયત કરાઇ છે. આ અંગે થરાદ પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share