ગૂગલ અને માઇક્રોસોફ્ટના CEOએ કોરોના સામેની જંગ માટે ભારતને મદદ કરવાનું જાહેર કર્યું

- Advertisement -
Share

કોરોનાની બીજી લહેરે ભારતમાં તબાહી મચાવી છે. બગડતી જતી સ્થિતિને જોતાં વિશ્વભરના કેટલાક દેશો ભારતને મદદ કરવા આગળ આવ્યા છે. ત્યારે કોરોનાની આ સુનામીમાંથી ભારતને ઉગારવા હવે અમેરિકાની દિગ્ગજ ઈન્ટરનેટ કંપની ગૂગલ, માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના CEO અને માઈક્રોસિસ્ટમ કો-ફાઉન્ડર અને ખોસલા વેન્ચર્સના સ્થાપક વિનોદ ખોસલાએ મદદ કરવા માટેની તૈયારી દાખવી છે.

 

 

 

ગૂગલના CEO સુંદર પિચાઈએ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ પણ મદદ કરવા માટે આગળ આવ્યા છે. તો વિનોદ ખોસલાએ હોસ્પિટલને ફંડ તેમજ ઓક્સિજનનના બલ્ક પ્લેનલોડ્સ ઈમ્પોર્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 

 

સુંદર પિચાઇએ કહ્યું – ભારતને કોવિડ-19માંથી ઉગારવા માટે કંપની 135 કરોડ રૂપિયાની સહાયતા આપી રહ્યું છે. તો સત્યા નડેલાએ કહ્યું, ભારતમાં વર્તમાન સ્થિતિથી દિલ તૂટી ગયું છે. હું આભારી છું કે અમેરિકી સરકાર મદદ કરવા માટે આગળ આવી છે.

 

 

 

ભારતમાં કોરોનાના મહાસંકટને જોતાં ગૂગલના CEO સુંદર પિચાઇએ કહ્યું છે કે “આજે અમે ભારત માટે નવી નિધિમાં 18 મિલિયન અમેરિડી ડોલર (135 કરોડ રૂપિયા) આપવાની જાહેરાત કરીએ છીએ, જેમાં Google.org, Googleની પરોપકારી શાખાથી બે અનુદાન કુલ 2.6 મિલિયન યુએસ ડોલર (20 કરોડ) પણ સામેલ છે.

 

 

પહેલાં આ રકમ ગિવ ઈન્ડિયાને આપવામાં આવશે, જે રોજબરોજના ખર્ચાઓનો સામનો કરી રહેલા પરિવારોને મદદ કરશે. બીજી રકમ યુનિસેફમાં ઓક્સિજન અને પરીક્ષણ ઉપકરણ સહિત ઈમર્જન્સી સારવાર માટે જરૂરી વસ્તુઓની મદદ માટે આપવામાં આવશે, જેની હાલ ભારતને સૌથી વધુ જરૂરિયાત છે. આ રકમમાં અમારા કર્મચારીઓ દ્વારા અભિયાનમાં અપાતા દાન પણ સામેલ છે. અત્યારસુધીમાં 900થી વધુ ગૂગલર્સે લોકોને મદદ કરનારા સંગઠનો માટે 5 લાખ યુએસ ડોલર (3.7 કરોડ)નું યોગદાન આપ્યું છે.”

 

 

ચારેબાજુથી થયેલી ટીકા બાદ અંતે અમેરિકી સરકાર ભારતની મદદે આવી છે. ત્યારે અમેરિકા સ્થિતિ અન્ય આઈ.ટી કંપની માઈક્રોસોફ્ટે પણ આવા કપરા કાળમાં ભારતની મદદે આવવાની તૈયારી દાખવી છે. માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના CEO સત્યા નડેલાએ કહ્યું હતું કે હાલની ભારતની પરિસ્થિતિથી વ્યથિત છું.

 

 

આવા કઠિન સમયે અમેરિકાની સરકાર પ્રત્યે આભારી છું કે તેઓ ભારતની મદદ કરવા માટે આગળ આવ્યા છે. માઈક્રોસોફ્ટ પોતાના વોઈસ રિસોર્સીસ તેમજ ટેક સપોર્ટની મદદથી ભારતની સહાય કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત કંપની ઓક્સિજન કન્સ્ટ્રકશન ટેક્નિકને ખરીદવામાં પણ મદદ કરી રહ્યું છે.

 

 

I.I.T દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી અને ખોસલા વેન્ચર્સના સંસ્થાપક વિનોદ ખોસલાએ કહ્યું હતું કે ‘તેઓ ભારતની એ હોસ્પિટલને ફંડ દેવા માગે છે જે ઓક્સિજનના બલ્ક પ્લેનલોડ્સને ઈમ્પોર્ટ કરવા માગે છે. તેમણે પબ્લિક હોસ્પિટલ અને NGO માટે મદદ માટેનો હાથ પણ આગળ કર્યો છે.’

 

 

વિનોદ ખોસલાએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે ‘હું ભારતની તે હોસ્પિટલને ફંડ દેવા માટે તૈયાર છું જેને આપૂર્તિ વધારવા માટે ભારતમાં ઓક્સિજન કે બલ્કમાં પ્લેનલોડ્સને ઈમ્પોર્ટ કરવા માટે ફંડ્સની જરૂરિયાત હોય. સાર્વજનિક હોસ્પિટલ અને NGO કૃપયા કરીને આગળ આવે.’

 

 

કોરોનાની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહેલા ભારતને મિત્ર દેશોએ મદદની ઓફર કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને રવિવારે સાંજે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે ઊભા છીએ. અમે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. ભારત અમારો મિત્ર દેશ છે અને કોવિડ-19 સામેની આ લડાઇમાં અમે તેને સંપૂર્ણ સાથ આપીશું.

 

 

જોહન્સના નિવેદનના થોડા સમય પછી બ્રિટન સરકારના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું. તેણે કહ્યું- ભારતને તાત્કાલિક 600 મેડિકલ સાધનો મોકલવામાં આવી રહ્યાં છે. આમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર સામેલ છે. બીજી તરફ, બુર્જ ખલીફાને ભારતીય ત્રિરંગાના રંગથી રંગવામાં આવ્યો હતો. આના દ્વારા તેણે પણ ભારતની સાથે ઊભા રહેવાનો સંદેશ આપ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!