ડીસામાં ભર શિયાળે હળવું માવઠું પડ્યું;રવિ પાક માટે ચિંતા નથી:ખેડૂત

- Advertisement -
Share

ડીસામાં ભર શિયાળે હળવું માવઠું પડ્યું;રવિ પાક માટે ચિંતા નથી:ખેડૂત

Banaskantha update: હજુ શિયાળાની ઠંડી પા પા પગલી કરી રહી છે અને ડિસેમ્બર મહિનો મધ્યમાં આવ્યો પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું જોવા મળી રહ્યું છે આમ દર વર્ષે નવરાત્રી પૂર્ણ થતાં ઠંડી શરૂ થઈ જતી હોય છે પણ આ વખતે હજુ દિવસ ભર સામાન્ય વાતાવરણ હોય છે અને વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડી પડે છે.

તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે રાજ્યમાં વતાવરમાં પલટો જોવા મળી રહ્યો છે જેની અસરના ભાગરૂપે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રી અને વહેલી સવારથી ઓછાથી વધારે વરસાદી માવઠું થતા વરસાદી માહોલ જેવું વાતાવરણ બન્યું છે

બનાસકાંઠા ડીસા આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી સામાન્ય માવઠાની અસર જોવા મળતા વરસાદી છાંટા પડ્યા છે જ્યારે કમોસમી વરસાદી થતા શિયાળુ પાક બાબતે સ્થાનિક ખેડૂતો જણાવ્યું હતું કે આપણા ત્યાં આ સમયે મુખ્ય પાક તરીકે બટાકા,રાયડો,જીરું,ઘઉં,કોટન અને શાકભાજીની ખેતી થાય છે અને આવા સામાન્ય માવઠાથી આવા કોઈ પાકને નુકશાન થવાની ચિંતા નથી.

જ્યારે બટાકા જેવા પાક માટે તો જો અડધો ઇંચ જેટલો વરસાદ પડે તો પણ ચિંતા જેવું નથી પણ જો સતત ચાર થી 5 દિવસ સુધી સામાન્ય થી હળવો વરસાદ વધુ પડે તો ચોક્કસ રવિ પાક પર ખરાબ અસર થઈ શકે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!