બનાસકાંઠાના પાલનપુરમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોને લાખોનું નુકસાન

- Advertisement -
Share

પાલનપુર તાલુકામાં ગતરોજ પડેલા કમોસમી વરસાદ અને કરાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પાલનપુર તાલુકાના ગોપાળપુરા ગામે 20થી વધુ ખેડૂતોને નુકશાન થયું.

 

ગતરોજ આકાશી આફત બનાસકાંઠા પર ત્રાટકી હતી. કમોસમી વરસાદ સાથે કરા પડતા પાલનપુર પંથકમા ખેડૂતોના પાકનો સોથ વળી ગયો હતો. જેમાં તરબૂચની ખેતી કરતા ખેડૂતોને પણ લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

 

પાલનપુર તાલુકાના ગોપાળપુરામાં બાર વિઘામા વાવેલા તરબૂચના પાકમા ખેડૂતને અંદાજે રૂ. 15 લાખ જેટલું નુકશાન થયું હતું. ખેડૂતોની કમાણી અને મહેનતની આશા પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરી સહાય કરે.

 

મોંઘા ભાવના બિયારણો લાવી 13 વિઘામાં 30 હજાર રૂપિયા કિલોનું બિયારણ અને ખાતર લાવી ખેતી કરી હતી. ગતરોજ પડેલા કમોસમી વરસાદે તમામ પાકનો સોથ વાળી નાખ્યો હતો. મહેનત માથે પાણી ફરી વળતા પાક વીમો અને લોન ભરી શકવાની સ્થિતિમાં નથી.

 

ખેડૂતો કમોસમી વરસાદે ગોપાલપુરાના ખેડૂતોની હાલત કફોડી કરી નાખી હવે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ સર્વે કરી સહાય કરે તેવું ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું.

 

ગતરોજ પાલનપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો. જેમાં તરબૂચના પાકનો સફાયો થયો હતો. પાલનપુર તાલુકાના ગોકલપુરા ગામે 20થી 25 જેટલા ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. પાક વીમો લીધો હોય છે, લોન લીધેલી હોય છે અને આ પાક પર ખેડૂતોને આશા હતી.

 

 

 

પરંતુ કમોસમી વરસાદે પડતા પર પાટુ માર્યુ છે હવે ખેડૂતોની માગણી છે કે, ગોપાલપુરા ગામમાં ખેડૂતોને સર્વે કરી અને સહાય ચૂકવાય તો ખેડૂત પાયમાલ થતો બચી શકે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!