પાલનપુર ACBની સફળ ટ્રેપથી 2,20,000 રૂપિયાની લાંચ લેતા આરોપીઓ રંગે હાથ ઝડપાયા

- Advertisement -
Share

પાલનપુર ACB દ્વારા પાલનપુર સમાજકલ્યાણ ઓફિસના નિરીક્ષક પંકજ પટેલને 2,20,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા.

સરકાર પાસેથી તગડો પગાર મેળવવા છતાં ટેબલ નીચેથી કટકી કરી કરી અને કરોડોની મિલકતો અને રોકડ રકમ એકઠી કરનારનો જ્યારે ભાંડો ફૂટે ત્યારે શું થાય તે આજે વધુ એક વખત રાજ્યના ગોધરામાં સાબિત થયું છે.

ફરીયાદીના સગાસંબંધીઓએ પોતાના મકાન બનાવવા પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ સહાય મેળવવા ફોર્મ ભરેલ જેમાં આ કામના આરોપીઓએ આ અરજદારોના ફોર્મ મંજૂર કરવા માટે એક ફોર્મ દીઠ રૂ.૮,૦૦૦/- લેખે કુલ ૩૦ ફોર્મના રૂ.૨,૪૦,૦૦૦/-ની આરોપીઓએ માગણી કરેલ.


જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એ.સી.બી.મા ફરીયાદ કરતા આજરોજ એસીબીએ ગોઠવેલ લાંચના છટકા માં આરોપી ન.૧ નાઓએ ફરીયાદી પાસેથી તેમના માટે તથા આરોપી નં ૨ વતી રૂ.૨,૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી લંચની રકમ લેતા રંગે હાથ જડ્પાઈ ગયા.

ટ્રેપ નુ સ્થળઃ-MRF ટાયરની દુકાન આગળ, આકેસણ ચોકડી પુલનીચે, પાલનપુર જી. બનાસકાંઠા.

અક્ષેપિત (1)પંકજકુમાર રામાભાઈ પટેલ.સમાજ કલ્યાણ નિરીક્ષક, વર્ગ-3,જીલ્લા સમાજ કલ્યાણ ઓફિસ સેવાસદન -પાલનપુર. બનાસકાંઠા. ખાતે ફરજ બજાવે છે તો અન્ય એક અક્ષેપિત હરેશભાઈ માનાભાઈ ચૌધરી જે સમાજ કલ્યાણ નિરીક્ષક, વર્ગ-3 તરીકે જીલ્લા સમાજ કલ્યાણ ઓફિસ સેવાસદન -પાલનપુર. બનાસકાંઠા ખાતે ફરજ હતા.

આરોપી અધિકારીઓએ ફોર્મ દીઠ 8 હજાર લેખે 30 ફોર્મના 2,40,000 રૂપિયાની કરી હતી માંગણી જે કામે રૂ. 2,20,000 લાંચ લેતા રંગે હાથે જડ્પાઈ ગયા હતા. જેમ એક આરોપીની પકડાયેલ અને એક પકડથી દુર.

તા.૨૦/૦૪/૨૦૨૧ની ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી તરીકે શ્રી એન. એ. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર,બનાસકાંઠા એ.સી.બી. પોસ્ટે., પાલનપુર. અને સુપરવિઝન અધિકારી:- શ્રી કે.એચ.ગોહિલમદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ,ભુજ


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!