કાંકરેજના આગણવાડાના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

- Advertisement -
Share

કાંકરેજના આંગણવાડાના સરપંચને ત્રણ બાળકો હોવા છતાં સરપંચ પદે ચૂંટાયા હતા જે બાદ સરપંચને ત્રણ બાળકો હોવાનું ધ્યાને આવતા સરપંચ વાઘેલા મંજુબાને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ પદેથી દૂર કરાયા છે.

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સરપંચ તેમજ ઉપસરપંચ પદે વિજેતા થયા હતા પરંતુ સરપંચ દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરી સરપંચ પદે વિજેતા થયા છે તેવા એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે.

ત્યારે આવો જ એક બનાવ કાંકરેજના આગણવાડા ગામે સામે આવ્યો છે કાંકરેજના આગણવાડાના સરપંચ વાઘેલા મંજુબાને ત્રણ સંતાન હોવા છતાં પણ તેમને સરપંચ પદે ફોર્મ ભરાયું હતું જે બાદ સરપંચને ત્રણ બાળકો હોવાનું સામે આવતા કાંકરેજના તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરી હતી જે બાદ આજરોજ કાંકરેજ તાલુકાના આગણવાડાના સરપંચ વાઘેલા મંજુબાને સરપંચ પદેથી દૂર કરાતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!