બનાસકાંઠામાં બોર ઓપરેટર મહામંડળ દ્વારા બોર ઓપરેટરોના પગાર શરૂ કરવા માંગ કરાઈ

- Advertisement -
Share

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અખિલ ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટર મહામંડળ દ્વારા બોર ઓપરેટરોના પગાર શરૂ કરવા માટેની માંગ કરાઇ છે.

 

 

અત્યારે બોર ઓપરેટરો શાંત બેઠા છે પરંતુ મહામારી બાદ તેઓ પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ન્યાય મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

 

 

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હવે બોર ઓપરેટરો તેમનો પગાર શરૂ કરવા માટેની માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કુલ 14,189 ગ્રામ પંચાયત બોર ઓપરેટરો કામ કરે છે જેમનો પગાર માત્ર 500 રૂપિયાથી 1000 રૂપિયા સુધીનો હોય છે તેમાય ઘણા ઓપરેટરોને તો આટલો પગાર પણ સમયસર મળતો નથી.

 

 

જે અંગે સમગ્ર ગુજરાતના બોર ઓપરેટરોએ અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી આ મામલે સરકાર દ્વારા કોઇ વિચારણા કરાઇ નથી.

 

 

ત્યારે આજે ફરી એકવાર અખિલ ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટર મહામંડળ દ્વારા બોર ઓપરેટરોના પગાર શરૂ કરવાની માગણી કરાઈ છે અત્યારે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે બોર ઓપરેટરો શાંત બેઠા છે પરંતુ મહામારી પત્યા બાદ તેઓ પણ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!