બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં દશામાની મૂર્તિની પધરામણી કરવામાં આવી

Share

આમ તો શ્રાવણ શરૂ થતાની સાથે હિન્દુ ધર્મમાં પૂજા અર્ચના વર્તોનો મહિમા ચાલુ થઈ જાય છે ત્યારે શ્રાવણ આવતાની સાથે દશામાના વ્રત મહિલાઓ કરતી હોય છે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં દશામાનુ અનેરૂ મહત્વ 10 દિવસ પુજા અર્ચના કરી અગિયારમાં દિવસે પધરામણી કરતી હોય છે.

[google_ad]

ત્યારે કોરોના કાળના સમયમાં સરકાર દ્વારા ક્યાંકને ક્યાંક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે સરકાર દ્વારા છૂટછાટ આપતાની સાથે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં દશામાની મૂર્તિની પધરામણી કરવા બહેનો વહેલી સવારથી જ તળાવ નદી જેવા સ્થળોએ જઈ પૂજા અર્ચના કરી દશામાની પધરામણી કરી હતી.

[google_ad]

ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જુનાડીસામાં જુનાડીસાના યુવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી જ્યારે બનાસકાંઠા જીલ્લાની અંદર નહિવત વરસાદ થયો છે. ત્યારે દશામાની મૂર્તિની પધરામણી કરવા માટે ક્યાંકને ક્યાંક પાણીની અછત હતી તેને પહોંચી વળવા માટે જુનાડીસા મિત્ર મંડળની ટીમ દ્વારા અનોખી વ્યવસ્થા કરવામાં આવી હતી.

[google_ad]

જેમાં ટેન્કરો વડે ખુટાડેલી તળાવમાં પાણી ઠાલવી વ્રત કરતી બહેનોને લાભ મળી રહે એવા હેતુથી જુનાડીસાના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદારીજી ઠાકોર, હસમુખ ભાઈ મોદી, જુનાડીસા સરપંચ બબાભાઈ દેસાઈ, રાજુભાઈ પુનડીયા, રાહુલ ભાઈ મોદી સહિતના યુવાનોએ 4 દિવસની અથાક મહેનત બાદ આ તળાવ તૈયાર કર્યું હતું જ્યારે જુનાડીસા સહિતના આજુબાજુના ભક્તોએ પણ મોટી સંખ્યામાં જુનાડીસાના ખુટાડેલી તળાવમાં મૂર્તિની પધરામણી કરી ધન્યતા અનુભવી હતી.

 

From – Banaskantha Update


Share