voguerre sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN

ડીસાના એક ગામના ખેડૂતે શક્કરટેટીનું વાવેતર કરી સફળતા મેળવી : 60થી 70 દિવસમાં ટેટીની આવક…

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ડીસા જોરાપુરા ગામના ખેડૂતે શક્કરટેટીનું વાવેતર કર્યું છે. દીપકભાઈ માળી છેલ્લા સાત વર્ષથી શક્કરટેટીનું ખેતી કરી રહ્યા છે અને વીઘા દીઠ 30થી 35 હજારના ખર્ચે પેટે એક લાખથી વધુ આવક શક્કરટેટી મેળવી રહ્યા છે. ગયા વર્ષમાં કોરોના મહામારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, આ વર્ષ શક્કરટેટીના ભાવ જળવાઈ રહેતો ખેડૂતોને મોટો ફાયદો થાય એવું લાગી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો છે અને દર વર્ષે રણ આગળ ધપતા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે પાણીની વિકટ સમસ્યાની અસર સરહદી વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પર વિશેષ જોવા મળતી હતી.

 

 

પાણી વગર મોટાભાગના ખેતરો સૂકાભટ્ટ બની જતા હતા જે બાદ ગુજરાત સરકારમાં પાણી માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોએ અનેકવાર આંદોલન કર્યા હતા અને ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારમાં નર્મદાની સુજલમ સુફલામ યોજના અંતર્ગત નહેરનું માળખું બનાવ્યું. જિલ્લામાં નર્મદા નહેર આવતાની સાથે જ સરહદી વિસ્તારના ખેડૂતોના સૂકાભટ્ટ ખેતરો લીલાછમ બન્યા છે.

 

મોટાભાગના ખેડૂતો અલગ અલગ ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. બનાસકાંઠાનાં ખેડુતો દ્વારા ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને ઇઝરાયેલની ટેટીનાં વાવેતરની રીત જોઇ ડીસાના કેટલાક ખેડુતોએ એક એકરમાં વાવેતર શરૂ કર્યું હતું. બનાસકાંઠાની ટેટી દેશ નહીં પરંતુ વિદેશમા પણ વખણાઇ રહી છે.

 

 

છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત મંદી અને કુદરતી આપત્તિના કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે. ડીસા અને બનાસકાંઠા પંથકમાં ઉનાળામાં બાજરી, મગફળીનું વાવેતર થતું હતું. છેલ્લાં 10 વર્ષથી ધીરે-ધીરે ખેડૂતો બાગાયતી પાક શક્કરટેટી અને તરબૂચ તરફ વળ્યા છે અને ખેડુતો આ ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યાં છે.

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સક્કરટેટીનું મોટા પ્રમાણમાં વાવેતર થયુ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જોરાપુર ગામે રહેતા દિપકભાઇ માળી હાલમાં શક્કરટેટીના ઉત્પાદનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પહેલા તેઓ પોતાના ખેતરમાં ચીલાચાલુ ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા સાત વર્ષથી શક્કરટેટીનું વાવેતર કરતા તેઓને સારો લાભ થાય છે.

આ વર્ષે પણ તેમને કાચીના 15થી 20 રૂપિયા મળી રહે છે અને પાકી ના 20થી 22 રૂપિયા હાલ ભાવ મળી રહ્યા છે. દીપકભાઈ માળી પોતાને 10 એકર જમીનમાં છેલ્લા છથી સાત વર્ષથી શક્કરટેટીનુ વાવેતર કરી રહ્યા છે. જેના કારણે તેમને દર વર્ષે તેમની શક્કરટેટીની માગ રાજસ્થાન અને કાશ્મીર રાજ્યમાં સૌથી વધુ રહે છે. જેના કારણે ભાઈ દીપકભાઈ માળીને સારા ઉત્પાદન ની સાથે સાથે સારા ભાવ પણ મળતા આ વર્ષ લાખોની કમાણી કરી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!