ભાભર તાલુકાના રૂણી ગામ પાસે હાઇવે ઉપરથી નીકળતી વેજપુર શાખાની માયનોર નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી.
ભાભર તાલુકાના રૂણી ગામ પાસે ભાભર સુઇગામ હાઇવે ઉપરથી પસાર થતી વેજપુર શાખાની નર્મદા કેનાલમાં આજે સોમવારના સવારના સુમારે એક લાશ નર્મદા કેનાલની જાળીમાં અટકેલી હાલતમાંથી મળી આવી.
લાશની જાણ આજુબાજુના લોકોને થતા લોકો દોડી આવ્યા હતા જેમણે દોરડા વડે બાંધીને લાશને બહાર કાઢી હતી જેમાં મળતી માહિતી મુજબ આ લાશ કાંકરેજ તાલુકાના ચાંગા ગામના વતની અને ભાભર ખાતે રહેતા ઓડ સમાજના યુવકની હોવાનુ જાણવા મળ્યુ હતુ.
જેમાં ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી.
From – Banaskantha Update