ચાણસ્માના ધીણોજથી પલાસર રોડ પર ટ્રકની ટક્કરે કાર ચાલક ડીસાના લુણપુરના સરપંચનું મોત : 1 એક વ્યક્તિને ઇજા

- Advertisement -
Share

ડીસાના ઝાબડીયા ગામના મિત્રની મહેસાણા હોસ્પિટલમાં આંખ બતાવી કારમાં પરત જતાં અકસ્માત સર્જાયો : અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો

 

ચાણસ્મા તાલુકાના ધીણોજથી પલાસર રોડ પર ટ્રકની ટક્કરે કાર ચાલક ડીસાના લુણપુરના સરપંચનું ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે ઇજાગ્રસ્તે ચાણસ્મા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ઝાબડીયા ગામમાં રહેતાં સીતારામભાઇ શંકરભાઇ ઠક્કરને મહેસાણાની મૈત્રી હોસ્પિટલમાં જમણી આંખ બતાવવાની હોય એટલે સીતારામભાઇ તેમના મિત્ર ડીસાના
લુણપુર ગામના સરપંચ પ્રહલાદજી સાલુજી સોલંકી સાથે સોમવારે સવારે ઝાબડીયાથી અલ્ટો કાર નં. GJ-08-IC-0609 લઇ મહેસાણા આવ્યા હતા. કાર પ્રહલાદજી સોલંકી ચલાવતાં હતા. મૈત્રી હોસ્પિટલમાં
તબીબને આંખ બતાવીને પરત ઝાબડીયા જવા નીકળ્યા હતા. ત્યારે બપોરના સુમારે ધીણોજથી પલાસરના પાટીયા નજીક ગેસના બાટલા ભરેલા ટ્રક નં. GJ-02-ZZ-9779 ના ચાલકે સામે આવીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. કાર સવાર બંને મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 વાન એમ્બ્યુલન્સ દ્વારા મહેસાણા વાયબ્રન્ટ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા.
ત્યારે કાર ચાલક પ્રહલાદજી સોલંકીને ગંભીર ઇજાઓથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ઇજાગ્રસ્ત સીતારામભાઇના નિવેદન આધારે ચાણસ્મા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અધિકારી પી.આઇ. આર. એમ. વસાવા ચલાવી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!