દાંતીવાડામાં તસ્કરોએ બે હાથ જોડી મંદિરમાંથી મૂર્તિનો હાથફેરો કરી ગયા, ઘટના CCTVમાં કેદ

- Advertisement -
Share

દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર મૂર્તિની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.

 

 

બનાસકાંઠામાં દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર ચોરી થઈ. રાત્રિના સમયે મંદિરમાંથી મૂર્તિની ચોરી કરી જતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઇ થયા. આ મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર મૂર્તિની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ પહેલા મંદિરમાંથી મૂર્તિની ચોરી થયા બાદ તસ્કરો મૂર્તિને મંદિરમાં પરત મૂકી ગયા હતા. જે બાદ ગત મોડી રાત્રે ફરીથી મંદિરમાંથી અજાણ્યા બે શખ્સો મસાણીયા વીર મહારાજની મૂર્તિની ચોરી કરી ગયા છે.

 

Advt

 

ચોરી કરવા આવેલા બંને શખ્સો સી.સી.ટી.વી કેમેરામાં પણ કેદ થઈ ગયા છે. આ મામલે દાંતીવાડા પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં સોના જેવી દેખાતી પંચધાતુની મસાણીયા વીર મહારાજની મૂર્તિ મૂકવામાં આવી છે. આ કારણે વારંવાર સોનાની મૂર્તિની અજાણ્યા તસ્કરોની ઉઠાંતરી કરી જતા હોવાનો સ્થાનિક લોકોનું માનવું છે.

આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કરો પહેલા બે બાથ જોડીને મંદિરમાં પગે લાગે છે. જે બાદમાં થોડીવાર પછી મૂર્તિ ચોરીને ફરાર થઈ જાય છે. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ચોરીની ઘટના વહેલી સવારે સાડા પાંચ વાગ્યે બની હોવાનું દેખાઈ રહ્યું છે.

સી.સી.ટી.વી ફૂટેજમાં ત્રણ જેટલા શખ્સો જોવ મળી રહ્યા છે. જેમાંથી એક વ્યક્તિના હાથમાં પાણીનો બોટલ પણ જોવા મળી રહી છે. મૂર્તિની ચોરી બાદ તસ્કરો મંદિરનો દરવાજો ખુલ્લો મૂકીને જ ભાગી ગયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!