પાલનપુરની જનરલ હોસ્પિટલના બાળ વિભાગમાં 145 શિશુઓને સ્વસ્થ કર્યાં

- Advertisement -
Share

 

બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડીકલ કોલેજના આદ્ય સ્થાપક માન શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન અને બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી.જે. ચૌધરીની દેખરેખ હેઠળ મંગળવારે પાલનપુર સ્થિત જનરલ હોસ્પિટલ અદ્યતન મેડીકલ સાધનો ધરાવે છે.

 

 

જનરલ હોસ્પિટલના એસ.એન.સી.યુ. અને પીડીયાટ્રીક વિભાગમાં માર્ચ માસમાં રેકોર્ડ બ્રેક સરાહનીય કામગીરી કરાઇ છે. જેમાં બાળ વિભાગમાં માર્ચ-2022 દરમિયાન કુલ 145 શિશુઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે.

 

જીલ્લા ઉપરાંત રાજસ્થાન સહીતના અંતરીયાળ વિસ્તારોમાં જન્મ સમયે વિવિધ તકલીફો ધરાવતા નવજાત બાળકો માટે ઉત્તર ગુજરાતના એકમાત્ર આધુનિક નવજાત શિશુ કેન્દ્ર પાલનપુરમાં સારવાર અપાઇ છે.

 

બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના બાળ વિભાગ કેન્દ્રમાં માર્ચ-2022 દરમિયાન કુલ-155 શિશુઓને દાખલ કરાયા હતા.

 

જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોના મહેનતના પરિણામે કુલ બાળકોમાંથી 145 શિશુઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી છે. જે જનરલ હોસ્પિટલ પાલનપુરના ઇતિહાસમાં રેકોર્ડ દર્જ કરે છે.

 

જ્યારે 4 બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને અમદાવાદમાં રીફર કરાયા હતા. અત્યારે 95 ટકા બાળકોને સ્વસ્થ કરીને સફળતાપૂર્વક રજા આપવામાં આવી છે.

 

અત્રેની હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકો જન્મ સમયે ઓછું વજન, શ્વાસની તકલીફ, હીપેટાઇટીસ, ઇન્ફેક્શન અને ધનુર સહીત વિવિધ અલગ-અલગ બીમારીઓ ધરાવતા હતા.

 

આ સિવાય એસ.એન.સી.યુ. માં દાખલ ઘણા બાળકો એવા હતા કે, જેમનું જન્મ સમયે વજન 900 ગ્રામથી પણ ઓછું હતું. કુલ બાળકોમાંથી 64 ટકા બાળકોને દાખલ કરતી વખતે ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી.

 

ગત તા. 14 માર્ચના ઇકબાલગઢ નિવાસી 2 વર્ષિય રાહુલ નામના બાળકને જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બાળકના વિવિધ રીપોર્ટ કર્યાં પછી બાળકને ધનુર એટલે કે ટીટેનસની બીમારી સામે આવી હતી.

 

આવી હાલતમાં બાળકનું જડબુ ફીટ થઇ ગયું હતું અને જમવાનુ સંપૂર્ણ બંધ થઇ ગયું હતું. બાળકના પગ જકડાઇ ગયેલા હતા અને બાળકને દિવસમાં 8 થી વધુ વખત મગજની ખેંચ આવી રહી હતી.

 

જનરલ હોસ્પિટલના બાળ વિભાગમાં ફરજ બજાવતા તબીબોએ 18 દિવસ સુધી સારવાર આપીને આખરે બાળકને સ્વસ્થ કરવામાં સફળતા મેળવી હતી.

 

આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરી અને મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષી દ્વારા તબીબોની ટીમ અને નર્સિંગ સ્ટાફને પ્રસંશનીય કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!