Free Porn
xbporn

https://www.bangspankxxx.com

કોરોના ટેસ્ટ અને રસીકરણ માટે આગળ આવવા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે લોકોને આહવાન કર્યુ

- Advertisement -
Share

કોવિડ – 19 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાની વિશેષ કાળજી લઇ ગ્રામ વિકાસ કમિશનર અને જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરાને જવાબદારી સોંપી ત્યારે પ્રભારી સચિવ વિજય નહેરાએ આજે બીજીવાર બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ પાલનપુર મુકામે કોવિડ – 19 સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

 

 

બેઠકમાં પ્રભારી સચિવ વિજય નહેરાએ કોરોનાની જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ તથા કલેકટર દ્વારા નિમાયેલ વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગેની માહિતી મેળવી સમીક્ષા કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા આર.ટી.પી.સી.આર ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસીંગ અને વેક્શિનેશન વધારી લોકોની સુરક્ષા સુનિશ્વિત કરવા પ્રભારી સચિવએ જણાવ્યું હતું.

 

 

તેમણે કોરોના ટેસ્ટીંગ પર ભાર મુકતાં જણાવ્યું કે, જે પણ લોકો કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકોના કોન્ટેક્ટ ટ્રેસીંગ કરી તેમનો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ ફરજીયાત કરવામાં આવે તથા હોમ આઇસોલેશન કરવામાં આવેલ દર્દીઓ અન્ય કોઇપણ વ્યક્તિના સંપર્કમાં ન આવે તેમની ઉપર સખત વોચ રાખવામાં આવે જેથી સંક્રમણ ફેલાતું રોકી શકાય.

તેમણે પાન પાર્લરવાળા, શાકભાજીની લારીવાળા, અમૂલ પાર્લર, રીક્ષાવાળા, દુકાનદારો, વ્યાજબી ભાવના દુકાનદારો અને પેટ્રોલ પંપ સહિત સુપર સ્પ્રેડર કહી શકાય તેવા તમામ લોકોને કોરોના રસીકરણમાં આવરી લેવા તથા 45 વર્ષ ઉપરના નાગરિકો અને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં આઉટસોર્સ સહિત તમામ કર્મચારીઓનું રસીકરણ કરવા જણાવ્યું હતું.

 

Advt

 

તેમણે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલોમાં ઉપલબ્ધ બેડ, વેન્ટીલેટર, કોવિડ ટેસ્ટ અને રિપોર્ટનું પ્રમાણ વગેરે અંગે માહિતી મેળવી હતી. લોકો ઘરની બહાર નિકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરે તેની ઝુંબેશ ચલાવવા તેમણે સુચના આપી હતી.

બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે કોરોના સંદર્ભે સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સઘન સર્વેલન્સ, ટેસ્ટીંગ અને રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેનાથી કોરોના સંક્રમણને અટકાવી શકાય.

કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ માટે આગળ આવવા કલેકટર આનંદ પેટલે લોકોને આહવાન કરતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ રોકવા માટે માસ્ક ફરજીયાત પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ અને જે વયજુથના લોકોને અત્યારે રસી આપવાનું ચાલુ છે તેઓ કોઇપણ પ્રકારનો મનમાં ડર રાખ્યા સિવાય રસી અવશ્ય મુકાવે જેનાથી પોતાના પરિવાર અને પોતાની સુરક્ષા થઇ શકે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -

Czech Women Exposed

- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!