ડીસાના હીન્દુ યુવા સંગઠનની મદદથી કાનમાં કીડાથી પીડાતી રાજસ્થાનની બાળકી પીડા મુક્ત બની

- Advertisement -
Share

ડીસાના હીન્દુ યુવા સંગઠન દ્વારા ખાનગી દવાખાને 5 દિવસ સારવાર કરાવી

 

રાજસ્થાનના એક પરિવારની 4 વર્ષની દીકરી કાનમાં દુઃખાવાના કારણે રડતી હતી. ડીસાના હીન્દુ યુવા સંગઠને 5 દિવસ સુધી સારવાર કરાવી તેણીના કાનમાંથી 50 ઉપરાંત કીડા બહાર કઢાવી પીડા મુક્ત કરી હતી.

રાજસ્થાનના બાકાસર ગામના સલાભાઇ સિંધીની 4 વર્ષની પુત્રી મિર્જાતી કાનમાં દુ:ખાવાના કારણે સતત રડતી હતી. આ અંગેની જાણ સેવાભાવી મુકેશભાઇ વાલ્મિકીએ ડીસાના હીન્દુ યુવા સંગઠનમાં કરતાં પ્રમુખ
નીતિનભાઇ સોની પરિવારને મળ્યા હતા. જ્યાં બાળકીની માતાએ જણાવ્યું હતું કે, ‘અમને ખબર પડી કે, કાનમાં કીડા પડયા છે. તો સારવાર કરાવવા માટે નીકળ્યા હતા.
પાલનપુર સિવિલ હોસ્પિટલ પણ જઇ આવ્યા બધા કહે છે કે, અમદાવાદ લઇ જાઓ. અમારી જોડે કોઇ સગવડ નથી. હવે પાછા ગામ જઇએ અને પછી કઇક કરીશું. આથી નીતિનભાઇ સોનીએ ડીસાના ડો.
વસંતભાઇ મોઢની હોસ્પિટલમાં લઇ જઇ 5 દિવસ સુધી સારવાર કરાવી દીકરીના કાનમાંથી 50 ઉપરાંત કીડા બહાર કાઢી પીડા મુક્ત કરાવી હતી. આ કાર્યમાં દીપકભાઇ કચ્છવા, મેહુલભાઇ ઠક્કર અને વિપુલભાઇ ઠક્કરનો સાથ સહકાર મળ્યો હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!