અમદાવાદના થલતેજમાં રહેતી 21 વર્ષીય યુવતી ફેસબુક માધ્યમથી ડીસાના અને બનાસકાંઠાના ભાજપ એક અગ્રણીના પુત્ર સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ પણ બંધાયા. જોકે બાદમાં પ્રેમીએ યુવતીને હોટલમાં લઈ જઈને કેફી પીણું પીવડાવી મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા અને અંગતપળોના ફોટો તથા વીડિયો ઉતારી લીધા.
બાદમાં આ ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને યુવતીને પીંખતો રહ્યો. બાદમાં યુવકે યુવતીના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેતા પીડિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, થલતેજના સિંધુભવન રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતી 21 વર્ષની યુવતી શીલજ રોડ પર એક દુકાનમાં નોકરી કરતી હતી. આ દરમિયાન તે માર્ચ 2020માં ફેસબુકથી મૂળ બનાસકાંઠાના ડીસાના યુવક હર્ષવર્ધન વિજયભાઈ ચક્રવર્તી નામના સંપર્કમાં આવી હતી. આ આરોપી યુવક બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વડગામ વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી ચુકેલા વિજય ચક્રવર્તીનો પુત્ર છે.
થોડી મિત્રતા બાદ યુવકે જુલાઇ 2020માં યુવતીને વીડિયો ફોન કરી તેને પોતાની વાતોમાં ફસાવીને ઉપરના કપડાં ઉતારવા કહ્યું હતુ. યુવતી તે યુવકની વાતોમાં આવી ગઇ હતી અને તેણે કપડાં ઉતારી દીધા જે દરમિયાન આરોપી યુવકે યુવતીના ફોટો પાડી લીધા હતા.
ત્યાર બાદ તેઓ પહેલીવાર નવેમ્બર, 2020માં મળ્યા હતા. જે બાદ થોડા કલાકો વાત કર્યા બાદ બંને છૂટા પડી ગયા હતા. 12 ડિસેમ્બર 2020ના રોજ આરોપી યુવકના યુવતી ઉપર ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારા ઘરમાં બીજી છોકરી સાથે લગ્નની વાત ચાલી રહી છે. જેથી તું મળવા આવ પરંતુ યુવતીએ ના પાડતા આરોપીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
હર્ષવર્ધન સપનાને મીરઝાપુર કોર્ટમાં લઈ ગયો હતો. ત્યાં સ્ટેમ્પ પેપર ઉપર બંને લીવ લઈન રીલેશનશીપમાં રહેવા માંગતા હોવાના લખાણ ઉપર સપનાને સહીં કરવા કહ્યું હતુ. સપનાએ સહીં કરવાની ના પાડી દેતા તેના ફોટા – વીડિયો વહેતા કરવાની ધમકી આપતા સપનાએ સહીં કરી દીધી હતી.
જેથી યુવતી તેને મળવા આવી હતી. આરોપી યુવકે પોતાની બુલેટ મૂકી ત્યાંથી ઉબેરમાં સરખેજ હાઈવે પર એક હોટેલમાં લઈ ગયો અને ત્યાં જમવાનું અને સોફ્ટ ડ્રિન્ક મંગાવ્યુ હતુ. આ પીણામાં કેફી પદાર્થ નાખી દીધો હતો. જેનાથી યુવતી બેભાન થઈ ગઇ હતી.
સાંજે જયારે તે જાગી ત્યારે પ્રવાઇવેટ પાર્ટમાં દુખાવો થતા તેને આરોપી યુવકને પૂછ્યું તેને શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાત કહી અને તેના ફોટો પણ પડાવી લીધા હોવાનું કહ્યું હતુ. ત્યાર બાદ યુવતીને 13 ડિસેમ્બરના રોજ એલિસબ્રિજની એક હોટેલમાં લઈ જઈ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ફરી બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું.
ચોંકાવનારી વાત તો એ છે કે, 14 તારીખે યુવતીને કોર્ટમાં લઈ જઈ જબરદસ્તી લિવ ઈન રીલેશનશિપના કાગળ ઉપર સહીઓ પણ કરાવી લીધી હતી. બાદમાં યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવક ઉદાસ રહેતો હોઈ માતાએ યુવતીના પિતાને ફોન કરીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપી યુવકે પણ યુવતીને બદનામ કરવા સોશિયલ મીડિયામાં પણ તેના ફોટો મુકવાનું ચાલુ રાખ્યુ હતું. જેથી ફરિયાદીએ આરોપી યુવક અને તેની માતા સામે ગુનો દાખલ કરેલ છે. પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.
હર્ષવર્ધને દૂષ્કર્મ કર્યુ હોવાની જાણ સપનાએ હર્ષવર્ધનની બહેનને કરી હતી. જેથી તેની બહેને સપનાને કહ્યું હતુ કે તુ ચિંતા ના કરીશ મારો ભાઈ તારી સાથે લગ્ન કરશે. તેમ કહીને હર્ષવર્ધનની બહેને સપનાના માતા – પિતા તેમજ હર્ષવર્ધનના માતા – પિતાની મુલાકાત કરાવી હતી.
ત્યાં પણ સપનાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને હર્ષવર્ધને તેની સાથે કરેલા દૂષ્કર્મની વાત કરતા સપનાના પિતાએ પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતુ. ત્યારે હર્ષવર્ધને સપનાના વાઇરલ કરવાની ધમકી આપી હતી.
From – Banaskantha Update