દાંતા બસ સ્ટેન્ડ પર મુસાફરો બસોનું સમય પત્રક જાહેરાતોથી ઢંકાઇ જતાં નવુ બોર્ડ મૂકવા એન.એસ.યુ.આઇ.ના પ્રમુખે ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

દાંતા તાલુકા મથક હોવાના કારણે લોકો અને વિદ્યાર્થીઓ બસ દ્વારા મુસાફરી કરતાં હોય છે

દાંતા ગામમાં આવેલા બસ સ્ટેન્ડમાં બસોની જાણકારી અને એમનો સમય જાણવા માટે સમય પત્રક જાહેરાતોથી ઢંકાઇ ગયું છે.
સ્થાનિક અને બાહરી લોકો દ્વારા બસ સ્ટેન્ડના સમય પત્રક પર જાહેરાતો ચોંટાડી સમય પત્રકને ઢાંકી દેવાના કારણે મુસાફરોને બસના સમય જાણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

દાંતા બસ સ્ટેન્ડમાં લાગેલા સમય પત્રક ન દેખાતાં દાંતાના એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ દ્વારા અંબાજીના બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું છે.
દાંતા તાલુકા મથક હોવાના કારણે લોકો અને વિદ્યાર્થીઓ બસ દ્વારા મુસાફરી કરતાં હોય છે. જેથી એમને દાંતા બસ સ્ટેન્ડમાં બસોનો સમય પત્રક સારી રીતે દેખાય તો લોકો બસોનો સમય જાણી શકે.

 

​​આ અંગે દાંતા એન.એસ.યુ.આઇ. પ્રમુખે જણાવ્યું હતું કે, ‘દાંતા તાલુકા મુખ્ય મથક હોવાના કારણે દાંતા બસ સ્ટેન્ડમાં લાગેલા બસોના સમય પત્રક પર લોકો દ્વારા જાહેરાતો ચોંટાડી છે. જેથી લોકોને બસોનો સમય જાણવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બુધવારે દાંતા એન.એસ.યુ.આઇ. દ્વારા અંબાજી ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં દાંતામાં લાગેલા સમય પત્રકને નવું બનાવી અને એમના પર જાહેરાતો લગાવનાર પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!