છાપી પાસેથી ટ્રકમાં ભુંગળાની આડમાં લઇ જવાતો 20,61,600 રૂપિયાનો દારૂ ઝડપાયો, એકની અટકાયત

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લો રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ હોવાથી દારુની હેરફેર બનાસકાંઠામાં સૌથી વધુ રહે છે. રોજના રોજ અનેક દારુ ભરેલ વાહનો પોલીસ દ્વારા પકડવામાં આવે છે. ત્યારે બુધવારે પાલનપુર એલ.સી.બી પોલીસને મળેલ ખાનગી બાતમી રાહે પાલનપુરથી અમદાવાદ તરફ જતી દારુ ભરેલી આઈશર ટ્રક ઝડપી પાડી.

 

 

પોલીસને ખાનગી રહે બાતમી મળતા આઈશર ટ્રક નંબર GJ 18-AV-7467ને રોકતા આગળ અને પાછળ નંબર પ્લેટ અલગ અલગ હોય તેમજ તેની અંદર ભરેલ સિમેન્ટના ભૂંગળાની તપાસ કરતા અંદરના ભાગે લોખંડનું ખાનગી ખાનું બનાવી દારૂની ખેપ મારતા ઈસમની અટકાયત કરવામાં આવી હતી.

 

Advt

 

જેમાં કુલ બોટલ નંગ 3,996 જેની કિંમત 20,61,600 તથા આઈશરની કીમત 10,34,810 મળી કુલ 30,95,810નો મુદ્દામાલ પકડી નજીકના છાપી પોલીસ મથકે જમા કરાવ્યો હતો જેમાં ગાડી ચાલક હેમરાજ મેહારામ તગરામ જાટ રહે.સારલા તા.છેડવાલ જિ.બાડમેર રાજસ્થાન વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!