ડીસાના કુપટ ગામે શીતળા માતાના મંદિરે દર વર્ષે ભરાતો ઐતિહાસિક મેળો આ વખતે કોરોનાના કારણે મોફુક રખાયો

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ચૂકી છે ત્યારે કોરોનાની લહેરને લઈને અનેક લોકોમાં ચિંતામાં વધારો જોવા મળી રહી છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

 

 

ત્યારે ખાસ કરીને રાજ્ય સરકારની અપીલ છે કે ભીડવાળી જગ્યા ઉપર વધારે લોકો એકત્રિત ના થાય જેથી કોરોનાની ચેન તોડી શકાય ક્યારે કેટલાક ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ રાજ્ય સરકારની અપીલને ધ્યાનમાં રાખી અને ધાર્મિક કાર્યક્રમો મોફુક રાખવામાં આવી રહ્યા છે.

 

 

ત્યારે વાત કરીએ ડીસા તાલુકાના કુપટ ગામની તો કુપટ ગામમાં ઐતિહાસિક શિતળા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને હજારો લોકોમાં શિતળા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.

 

 

જ્યારે દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે ઐતિહાસિક શીતળા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યા દર્શનાર્થીઓ કુપટ ગામે માતા શિતળા માતાના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

 

 

આ વર્ષ શિતળા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દર વર્ષે ફાગણ વદ સાતમનો ભરાતો ઐતિહાસિક મેળો આ વર્ષે મોફુક રાખવાનો નિર્ણય લેવાયો આવ્યો છે જે નિણર્યને વહીવટીતંત્ર દ્વારા આવકાર્યા છે લોકોની આરોગ્યની ચિંતા કરી શિતળા સાતમના મેળો મોફુક રખાતાં લોકોને કુપટ ગામે માતાજીના દર્શન કરી શકાશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!