IPLમાં એક પણ મેચ નહીં રમે આ ભારતીય ખેલાડી, છતા પણ મળશે 7 કરોડ રૂપિયા

- Advertisement -
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો જેના કારણે તે આખી આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસ ઘાયલ થયા બાદ લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું કે શું તેને હજુ પણ દિલ્હીની ટીમ પુરો પગાર આપશે. હવે આ હકીકત બહાર આવી છે.

આ વર્ષે આઈપીએલમાંથી શ્રેયસ ઐયરની બહાર થયા પછી પણ દિલ્હી કેપિટલ્સ તેમને પુરો પગાર આપશે. શ્રેયસને દિલ્હી તરફથી દર સીઝનમાં 7 કરોડ રૂપિયા મળે છે અને આ વર્ષે પણ તેમને આ રકમ મળવાનું ચાલુ રહેશે. તેમને “ખેલાડી વિમા યોજના” હેઠળ આખી રકમ ચૂકવવામાં આવશે.

શ્રેયસ ઐયરની ઈજા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે હવે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કોણ કરશે. કેટલાક દિગ્ગજ લોકો માનતા હતા કે સ્ટીવ સ્મિથ અથવા રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન બનાવી શકાય. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે અજિંક્ય રહાણે પણ દિલ્હીનો કેપ્ટન બની શકે છે, પરંતુ અંતે પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંત ઘણા સમયથી દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે સંકળાયેલ છે અને આવનારા સમયમાં તેઓ ભારતનું ભવિષ્ય છે, આવી સ્થિતિમાં દિલ્હીના મેનેજમેન્ટે એક સારો નિર્ણય લીધો છે.

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ઘાયલ થયો હતો. શ્રેયસે પહેલી વન ડે દરમિયાન બોલને રોકવા માટે ડાઇવ લગાવી હતી, જેના પછી તેના ખભામાં ઇજા થઈ હતી. શ્રેયસ આ ઈજા બાદ સમગ્ર સિરિઝ અને આઈપીએલ 2021 માંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયરે ગયા વર્ષે દિલ્હીને પ્રથમ વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ તે આ વર્ષે આઈપીએલમાં નહીં રમી શકે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!