બનાસકાંઠાના થરાદમાં બાલાજી કોમ્પ્લેક્ષમાં આવેલ ચામુંડા પાર્લર અને નાસ્તાની દુકાનમાં લાગી આગ. આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન.
થરાદમાં બાલાજી કોમ્પ્લેક્ષમાં આવેલ ચામુંડા પાર્લરમાં મોડી રાત્રે આગ લાગી હોવાથી સવારે વેપારી દુકાને આવતા આગ લાગી હોવાનું દેખાતા વેપારીએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડ ટીમને આગની જાણકારી મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. વેપારીના જણાવ્યા મુજબ અંદાજીત 2 લાખનું વેપારીને નુકસાન થયું.
From – Banaskantha Update