પત્નીના આપઘાતના આઘાતમાં 21 દિવસ બાદ પતિનું પણ મોત, છ માસનો માસુમ બન્યું અનાથ

- Advertisement -
Share

સુરતમાં 21 દિવસ પહેલાં એક પત્નીએ આપઘાત કરી લીધો હતો જેને લઈને પતિ બાળક સાથે વતન ખાતે જઈને તેની અંતિમ ક્રિયા કરી 4 દિવસ પહેલાં જ પરત આવ્યો હતો. જોકે, આ દુખી પતિને ગતરોજ છતીમાં દુઃખાવો થતા પતિનું પણ કરુંણ મોત થયું હતું. કુદરતની ક્રૂર થપાટના કારણે 6 મહિનાનું બાળક નોધારુ બન્યું.

[google_ad]

File photo

 

સુરતમાં એક એવી ઘટના સમયે આવી છે જેમાં 6 મહિનાના બાળકે માતા પિતાની છત્રછ્યા ગુમાવાનો વારો આવ્યો છે. મૂળ રાજસ્થાનના વતની અને સુરતના કામરેજ ખાતે માકણા ગામે રહેતા અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો.

[google_ad]

File photo

 

જોકે, આજથી દોઢ વર્ષ પહેલાં સમાજની યુવતી સાથે અશોકના લગન થયા હતા. અશોકને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર છે જેની ઉંમર માત્ર 6 માસની છે. આજથી 21 દિવસ પહેલાં અશોક અને તેની પત્નીને ઝઘડો થયો હતો જોને લઈને પરિણીતાએ આપઘત કરી લીધો હતો.

[google_ad]

File photo

અશોકને પત્નીના આપઘાતનો જોરદાર આંચકો લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલા આશોકને માનસિક તણાવમુક્ત રાખવા પરિવાર અને સમાજના યુવાનો સાથે રહેતા હતા. જોકે પત્નીની મરણ ક્રિયા કરી ચાર દિવસ પહેલાં પતિ સુરત ખાતે પરત ફર્યો હતો. ગતરોજ અચાનક અશોકને છાતીમાં દુખાવો ઊપડતાં બૂમાબૂમ કરી નાખી હતી. એને લઈ પાડોશમાં રહેતા પરિવારે અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

[google_ad]

File photo

 

ત્યાર બાદ સમાજના લોકોને જાણ કરતાં આખો સમાજ દોડી આવ્યો હતો. જોકે ત્યારે અશોકના શ્વાસ રુંધાય ગયા હતા અશોક રાજસ્થાનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરી શુક્રવારે જ સુરત આવ્યો હતો. એકલવાયું જીવન બની જતાં તેણે માસૂમ પુત્રને વતનમાં ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે ઉછેર કરવાના વિચાર સાથે વતનમાં મૂકી સુરત આવ્યો હતો.

[google_ad]

 

File photo

જોકે, અચાનક અશોકનું મોત થતા તેના 6 મહિનાનું બાળક નોધારું બન્યું હતું. જોકે પહેલા પુત્રવધુ અને બાદમાં પુત્રના મોતને લઈને પારિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે. જોકે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!