ડીસાના ભોયણમાં 2 દુકાનોમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

અજાણ્યા તસ્કરો રોકડ અને રૂ. 20,000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

 

ડીસા તાલુકાના ભોયણ ગામમાં રાત્રિના સમયે 2 દુકાનોમાં અજાણ્યા તસ્કરો ત્રાટકતાં ચકચાર મચી ગઇ છે. જયારે શુક્રવારે વહેલી સવારે ચોરી અંગે જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારને છોડી હવે ચોર ટોળકી ગ્રામિણ વિસ્તારોમાં સક્રીય બની છે.
અને ચોર ટોળકી એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. તે દરમિયાન ડીસા તાલુકાના ભોયણ ગામમાં ગત રાત્રિએ અજાણ્યા તસ્કરોએ 2 બંધ દુકાનોને નિશાન બનાવી હતી.
જેમાં જય વિર એગ્રો બિઝનેશ અને આર.કે. ક્લિનિકનું તાળુ તોડી અજાણ્યા તસ્કરો રાત્રિના સમયે અંદર પ્રવેશ્યા હતા. જયારે રોકડ અને રૂ. 20,000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
જયારે શુક્રવારે વહેલી સવારે દુકાનના શટર તૂટેલી હાલતમાં જણાતાં દુકાન માલિકોએ પોલીસને જાણ કરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!