એથ્લેટ અનુરાની પતિયાલા ખાતે યોજાયેલા ફેડરેશન કપમાં પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડી નાખ્યો

- Advertisement -
Share

28 વર્ષીય ઉત્તરપ્રદેશની અનુએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 61.45 મીટરનું અંતર હાંસલ કર્યું હતું. તેણે ત્રીજા પ્રયાસમાં 63.24 મીટરના હાઇએસ્ટ અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 62.34 મીટરના પોતાના જ નેશનલ રેકોર્ડમાં સુધારો કર્યો હતો જે તેણે 2019 માં નોંધાવ્યો હતો.

રાજસ્થાનની સંજના ચૌધરી 54.55 મીટર સાથે બીજા તથા હરિયાણાની ર્શિમલા 50.78 મીટરના અંતર સાથે ત્રીજા ક્રમે રહી હતી.

પોલવોલ્ટ ઇવેન્ટમાં તામિલનાડુની રોઝી પોલરાજ 3.90 મીટરની ઊંચાઇ સાથે પ્રથમ નંબરે રહી હતી. આઔઇવેન્ટમાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન માર્ક 4.70 મીટરનું છે. શોટપુટમાં ઉત્તરપ્રદેશની કિરણ બાલિયાએ 16.45 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આઔઇવેન્ટમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા 18.50 મીટરનું અંતર છે.

વિમેન્સ 100 મીટર રેસની સેમિફાઇનલમાં તામિલનાડુની ધનલક્ષ્મીએ 11.38 સેકન્ડના સમય સાથે વિજય મેળવ્યો હતો. આસામની હિમા દાસ 11.63 સેકન્ડના સમય સાથે ફાઇનલ માટે ક્વોલિફાય થઇ હતી. કેરળના મોહમ્મદ અનસ યાહિયાએ 46.26 સેકન્ડના સમય સાથે મેન્સ 400 મીટરની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

 

Form – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!