બનાસકાંઠાના લાખણી તાલુકામાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે થરાદમાં જાગૃત નાગરીકોએ દુષ્કર્મ આચરનાર હવસખોર આધેડને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
લાખણી તાલુકાના એક ગામમાં ખેતર માલિકે ભાગીયા તરીકે કામ કરતા ખેત મજુરની 13 માસની બાળકીને હવસનો શિકાર બનાવી છે.
જે મામલે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તાત્કાલિક દુષ્કર્મ આચરનાર હીરા રબારીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
પરંતુ આ ઘટનાના જિલ્લામાં ધેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં આજે થરાદમાં જાગૃત નાગરિકોએ નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું અને આવા લોકો સમાજ માટે ખતરારૂપ છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં ન આવે તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે માટે આ હવસખોર આધેડને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
From – Banaskantha Update