પાલનપુરમાં રાત્રી સમયે તસ્કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહીત 10 લાખની ઉઠાંતરી કરી

- Advertisement -
Share

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત 10 લાખ ઉપરાંતના માલમતાની ચોરી કરી ગયા હોવાની ઘટના બની છે બનાવના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

 

 

બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમની ઘટના દિન પ્રતિ વધી રહી છે તો બીજી તરફ ચોરો પણ પોલીસને ચેલેન્જ આપી રહ્યા તેમ ચોરો બેફામ ચોરી કરી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના રોકડ સહિત 10,30,000 લાખ રૂપિયાના માલમતાની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.

 

 

પાલનપુરમાં આવેલ પારપડા રોડ પર આવે શુકનગ્રીન સોસાયટી ખાતે રહેતા અખિલેશ કૈલાસચંદ્ર અગ્રવાલ મેડિકલનો વ્યવસાય કરે છે નાસિક (મહારાષ્ટ્ર)ખાતે તેમના મામાની દીકરીના લગ્ન હોવાથી તારીખ 13-02-2021 ના રોજ પરિવાર સાથે પોતાનું ઘર બંધ કરી નાસિક (મહારાષ્ટ્ર)ગયા હતા. 14-02-2021 ના રોજ વહેલી સવારે તેમના ઘરની બાજુમાં રહેતા પાડોશીએ ફોન કરી તેમના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ઘરમાં ચોરી કરી હોવાની જાણ કરી હતી.

 

 

મકાનમાલિક નાસિક (મહારાષ્ટ્ર)થી તાત્કાલીક પાલનપુર ખાતે દોડી આવ્યા હતા. ઘરમાં જોતા ઘરનું સરસામાન વેર વિખેર હાલતમાં પડ્યું હતું તેમજ ઘરમાં તિજોરીનું લોકર પણ તૂટેલી હાલતમાં પડ્યું હતું.

 

 

જેમાં સોના ચાંદી દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 10,30,000ની ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે મકાનમાલિકે ફરિયાદ નોંધાવતા પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

 

ઉલ્લેખનીય છે કે એક તરફ ચૂંટણીનો માહોલ હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન પડે તે માટે પોલીસ વધુ એલર્ટ રાખતી હોય છે પરંતુ આવા સમયે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાખો રૂપિયાની ચોરી થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે.

 

 

… ચોરાયલ મુદામાલ …

1. સોનાનું મંગળસૂત્ર અંદાજીત ત્રણ તોલાનું

2. સોનાની ચેન અંદાજીત અઢી તોલાની

3. સોનાની 8 વીટી

4. કાનમાં પહેરવાના બુટીયા 10 જોડી

5. સોનાની નાકમાં પહેરવાની નથ શેર સાથે

6. માથામાં વાળા આવાનો સોનાનો ટીકો

7. નાકમાં પહેરવાની નથ આશરે 3 થી 4 મળી આશરે 12 તોલા જેટલા સોનાના દાગીનાની જેની આશરે કિંમત ચાર લાખ તેમજ ચાંદીના બે કિલોના બિસ્કીટ તથા પાંચ-છ જોડી પાયલ તથા ચાંદીના ગિફ્ટમાં આવેલ આશરે 50 જેટલા ચાંદીના સિક્કા તથા ચાંદીની થાળીનો સેટ તથા ચાંદીના ત્રણ ગ્લાસ જેનું અંદાજીત ત્રણ કિલો જેટલું જેની આશરે કિંમત 1,30,000 તેમજ તિજોરીમાં રાખેલ રોકડ રકમ 2,50,000 તેમજ બેડરૂમમાં પલંગના ગાદલા નીચે રાખેલ રોકડ રકમ આશરે 1,00,000 તેમજ બેડરૂમમાં સુટકેસ જેમાં પડેલ 1,50,000 આમ કુલ મળી 10,30,000ની ચોરી કરી ગયેલ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!