ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો

- Advertisement -
Share

ડીસા બી.આર.સી. ખાતે નવ નિયુક્ત થયેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીસા એચ.સી. સોલંકીનો સન્માન સમારંભ અને સાથે છેલ્લા સાડા પાંચ વર્ષથી ડીસા તાલુકામાં શિક્ષણ અધિકારીની ફરજ બજાવતા જાગૃતિબેન આર દેસાઈની થરાદ ખાતે તા.પ્રા. શિક્ષણાધિકારી તરીકે નિયુક્તી થતા તેમનો વિદાય સમારંભ રાખવામા આવ્યો હતો.

[google_ad]

કાર્યક્રમ ડીસા તાલુકાની તમામ પે.કેન્દ્રના આચાર્યો તેમજ ડીસા તાલુકા પ્રાથમિક સંઘ દ્વારા આયોજિત આ સમારંભમાં ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શાંતિલાલ દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તાલુકા શિક્ષણ અધિકારી એચ.એસ.સી સોલંકીને ફુલહાર, શાલ અને મોમેન્ટો આપી આવકાર્યા હતા. તેમજ જાગૃતિબેન દેસાઈને ફુલહાર, શાલ, શ્રીફળ, સાકર અને મોમેન્ટો આપી વિદાય અપાઈ હતી.

[google_ad]

 

Advt

 

આ પ્રસંગે જાગૃતિબેન દ્વારા પોતાના સાડા પાંચ વર્ષમા ડીસા તાલકા શિક્ષણ અધિકારીની ફરજ દરમિયાન સૌના સાથ સહકાર થી સુચારુ વહીવટ કરવાનો આનંદ વ્યક્ત કરેલ. એચ. સી. સોલંકી દ્વારા તમામ કેન્દ્ર આચાર્ય અને કર્મચારીઓના સહકારની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન ચિ.હ.દોશી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ સાધુએ કરેલ અને આભાર વિધિ પ્રવિણભાઈ પરમારે કરેલ. આ કાર્યક્રમમાં ડીસા તાલુકા ના બીટ કે.નિ હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!