મતદાન મથકની 200 મીટરની અંદર ટેબલ, ખુરશી, મંડપ, તાડપત્રીના ટુકડા કે છત્રીની વ્યવસ્થા કરી ચૂંટણી મથક ઉભુ કરવા પર પ્રતિબંધ

- Advertisement -
Share

રાજય ચૂંટણી આયોગ દ્વારા પાલનપુર, ડીસા, ભાભર, થરા નગરપાલિકાની વોર્ડ નં.1 (બીજી, ત્રીજી) અને ધાનેરા નગરપાલિકાની વોર્ડ નં.4(બીજી), કાંકરેજ તાલુકા પંચાયતની 14 – માંડલા, દાંતીવાડા તાલુકા પંચાયતની 9 – મોટીમહુડીની ચૂંટણી તા. 23-01-2021 ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં સદરહું ચૂંટણી માટે મતદાન તા. 28-02-2021 ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. 02-03-2021 ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.05-03-2021 ના રોજ પુરી થનાર છે.

 

 

સદરહું ચૂંટણી દરમ્યાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતિ રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર તા.28/02/2021ના રોજ મતદાનના દિવસે મતદાન મથક નજીક ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર રાજય ચૂંટણી આયોગની સુચનાઓ મુજબ કેટલાંક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.

 

 

આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લાય મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 ની કલમ-144 થી મળેલ સત્તાની રૂએ ફમાવાયું છે કે સમગ્ર પાલનપુર, ડીસા, ભાભર, થરા અને ધાનેરા નગરપાલિકા વિસ્તાર કાંકરેજ, દાંતીવાડા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટય મતવિસ્તારમાં સદરહું ચૂંટણી દરમ્યાન ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા તા.28/02/2021ના રોજ મતદાનના દિવસે કોઇ જાહેર અથવા ખાનગી મિલકત ઉપર દબાણ કરીને/કોઇ ધાર્મિક સ્થળ કે ધાર્મિક સ્થળના પ્રાંગણમાં/કોઇ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલમાં કે તેને અડીને આવી હોય તેવી જગ્યામાં/કોઇપણ મતદાન મથકની 200 મીટરની અંદર કોઇ ટેબલ કે ખુરશીઓ કે કોઇ મંડળ કે તાડપત્રીના ટુકડા કે છત્રીની વ્યવસ્થા કરી ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.

 

 

મતદાન મથકની 200 મીટરનું અંતર છોડીને સંબંધિત સ્થાનિક સત્તામંડળની લેખિત પરવાનગી મેળવીને ચૂંટણી મથક ઉભુ કરી શકાશે અને તેમાં બે વ્યક્તિઓ બેસી શકશે. આવા મથક ખાતે ઉમેદવારોનું નામ પક્ષ/ ચૂંટણી પ્રતિક દર્શાવવા માટે એક બેનર ( 3 x 4 1/2) મુકી શકાશે. આ સ્થળે ટોળુ ભેગું થઇ શકશે નહીં. આ જાહેરનામું તા.02/03/2021 સુધી અમલમાં રહેશે.

 

 

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!