બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર આવેલ છે તે અહી જીવતા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા હોવાના બનાવ બનતા અનેકવાર જીવદયાપ્રેમી તથા પોલીસ દ્વારા તેવા પશુઓને બચાવી નજીકની પાંજરાપોળને સોપવામાં આવે છે. જયારે આજે વહેલી સવારે ડીસાના બનાસનદીના પુલ પાસેથી બે જીપડાલામાં 60 ઘેટાને પકડી રાજપુર ડીસા પાંજરાપોળમાં ઉતારવામાં આવ્યા તેમજ ડીસા તાલુકા પોલીસે ગાડી ચાલકો વિરુધ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી.
રાજપુર ડીસા પાંજરાપોળનાં મુખ્ય સંચાલક ભરતભાઈ કોઠારીનું તા.26/12/2021નાં રોજ એક અકસ્માતમાં અવસાન નીપજ્યું હતું જેને લઈને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી તો બીજીતરફ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનાર લોકો બેફામ બની ફરી ડીસાના નજીકથી ક્રુરતાપૂર્વક પશુઓની હેરાફેરી શરુ કરી દેતા સંસ્થાનાં કાર્યકર્તાઓ તેમજ જીવદયાપ્રેમી કાર્યકર્તાઓ સક્રીએ બની ડીસા નજીક દાંતીવાડા, ધાનેરા, ગઢ, અમીરગઢ તેમજ ડીસા આસપાસથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી રોકવા બાતમીના આધારે અને પોલીસના સહોયોગથી જીવ બચાવાવનું કાર્ય કાર્યરત કરેલ છે.
આજ રોજ આખોલ ચોકડી પાસે બાતમીના આધારે એકતા એજ લક્ષ સંગઠનનાં કાર્યકર હિમાલય માલોસણીયા, મનીષ ભાટ, નમન પુરોહિત, દિનેશભાઈ ચૌધરી, અમરતભાઈ રબારીવિગેરે વોચમાં બેઠા હતા તે દરમિયાન વહેલી સવારે 2 પીકઅપ જીપડાલા ભરેલ ઘેટાની ગાડીઓને બનાસનદીના પુલ પાસે રોક્વતા ગાડી ચાલકો ગાડી રોકી ફરાર થઇ ચુક્યા હતા.
જયારે પાંજરાપોળના કાર્યકર્તા રમેશભાઈ જેઠવાને સમાચાર મળતા સ્થળે પહોચી ગયા હતા ત્યાં જીવદયાપ્રેમી કાર્યકરો બંને ગાડીમાં જોતા 60 જેટલા ઘેટા ક્રુરતા પૂર્વક ઘાસચારા પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઇ જતા હોવાનું માલુમ થતા પોલીસ કંટ્રોલ તેમજ સ્થાનિક પોલસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા તેમાં ઘેટા જોવા મળ્યા હતા.
પશુઓ ક્રુરતા પૂર્વક તેમજ ઘાસચારા પાણીની વ્યવસ્થા ના જોવા મળતા પોલીસે ગાડીને પોતાના કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં 60 ઘેટાઓને શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, કાંટ મુકામે લાવતા પાંજરાપોળનાં ટ્રસ્ટી મદનલાલ સંઘવી તેમજ ગોવાળો દ્વારા પશુઓની ગાડીમાંથી ઉતારી તેમને ઘાસચારો તેમજ જરૂરી સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી.

ગેરકાયદેસર ક્રુરતા પૂર્વક બે જીપડાલામાં 60 ઘેટા લઇ જનારા જીપડાલા ચાલક વિરુધ આઈ.પી.સી કલમ 279, મોટર વાહન અધિનયમ કલમ 184, 177, 134 તેમજ પશુઓ પ્રત્યેનો ઘાતકીપણુ અટકાવાવનો અધિનિયમ 11(1)(A), 11(1)(D), 11(1)(E), 11(1)(H),11(1)(K) મુજબની કલમો મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી.
પોલીસ દ્વારા કબજે લીધેલ જીપડાલોઓ :-
- GJ-16-X-4051
2. GJ-18-AT-1736
From – Banaskantha Update