બનાસકાંઠા જિલ્લા વહેપારી મથક થરા શહેરમાં ગત દિવસે મોડી રાત્રે શાકભાજીના વહેપારી પર હુમલો કરી 8 લાખની લૂંટ કરનાર 6 લૂંટારુંને પોલીસે ઝડપી પાડ્યા જેમાં સમગ્ર લૂંટનું સડયંત્ર કેવી રીતે ઘડાયું જો વો આ વિશેષ અહેવાલ
કાંકરેજ ના મુખ્ય મથક થરા ગોકુળ નગર સોસાયટી માં રહેતા અને શાકભાજી ના વહેપારી ચપકલાલ ઠક્કર રાબેતા મુજબ શનિવાર ના આગળ ની મોડી રાત્રે પોતાના ઘરે થી 8 લાખ રૂપિયા લઈ નીકળ્યા હતા જેમાં ઘર આંગણે 4 ઈસમો મો પર બુકાની પહેરી આવી ચપકલાલ ઠક્કર પર ધોકા અને ઘાતકી હથિયારો વડે હુમલો કરી 8 લાખ રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા જે બાબત ની જાણ થરા પોલીસને કરવામાં આવતા થરા પી એસ આઈ એમ બી દેવડા પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી તપાસ નો દોર શરૂ કર્યો હતો.
લૂંટ મામલે થરા પોલીસ મથક ખાતે ગુન્હો દાખલ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી એચ ચૌધરી એ બનાસકાંઠા એલ સી બી પોલીસની મદદ લઇ સમગ્ર લૂંટ મામલે તપાસ શરૂ કરી હતી પોલીસે શંકાસ્પદ કરણ ચૌહાણ ની અટકાયત કરી સઘન પૂછ પરછ કરતા સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી
પોલીસે તપાસ દરમિયાન અને પૂછ પરછ દરમિયાન કરણ ચૌહાણ વહેપારી ની દુકાન માં નોકર તરીકે રહેતો હતો અને પોતાના દુકાન માલિક ક્યારે આવે છે અને ક્યાં જાય છે તે ધ્યાન રાખતો હતો જેમાં લૂંટ ને અંજામ આપવામાં માટે કરણ ચૌહાણે તેના મિત્ર ઈરફાન પઠાણ ની મદદ લીધી હતી અને અન્ય ચાર ઈસમો ની મદદ લઇ સમગ્ર લૂંટ ને અંજામ આપ્યો હતો પોલીસે આરોપી પાસે 7 લાખ અને 10 હજાર રૂપિયાની રિકવરી કરી છે અને આરોપી એ ગુન્હા વપરાયેલ ઇકો ગાડી અને મોટર સાઇકલ પણ કબ્જે લીધી છે.

એક મહિના પહેલા સમગ્ર લૂંટનો પ્લાયન બનાવ્યો હતો જેમાં મુખ્ય સૂત્રધાર કરણ ચૌહાણ એ કાવતરું રચી લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસે સમગ્ર લૂંટમાં હાલ તો મુરદા માલ રિકવર કર્યો છે અને કરણ ચૌહાણ, ઈરફાન પઠાણ, મોસીનખાન પઠાણ, રાજેદ્રસિંહ વાઘેલા, સુનિલસિંહ વાઘેલા, સહદેવસિંહ વાઘેલાને ઝડપી પાડી પાડવામાં આવ્યા છે જેમાં હાલ તો આ ઈસમોની સઘન પૂછ પરછ કરવામાં આવી રહી છે જેમાં આ આરોપીઓ અગાવું અન્ય ગુન્હામાં સંડોવાયેલ હોવાનું પણ બહાર આવતા પોલીસે હાલ તો મીડિયા સામે આ આરોપીઓનો નકાબ ઉતાર્યો નથી જો કે તપાસ દરમિયાન જિલ્લાની સાથે અન્ય જિલ્લાના લૂંટનો ભેદ ઉકેલાય તેવું દેખાઈ રહું છે.
From – Banaskantha Update