બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સોતવાડા-ફતેપુરા ગામ વચ્ચે બની હિટ એન્ડ રનની ઘટના. હિટ એન્ડ રનની ઘટનામાં આશાસ્પદ યુવાને ઘટના સ્થળે જ પોતાનો દમ તોડ્યો હતો. બાઈક સવાર યુવાન બીજા બાઈક સામે અથડાતા યુવાન નીચે રોડ પર પટકાયો હતો ત્યાર બાદ પાછળથી આવી રહેલી આઈસર ટ્રક યુવાનને કચડી ફરાર થઇ ગઈ હતી.
ધાનેરા તાલુકાના સોતવાડા-ફતેપુરા ગામ વચ્ચે બે બાઈકના અકસ્માત બાદ હિટ એન્ડ રનની ઘટના બનતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મોત. મૃતક યુવાન 30 વર્ષીય G.E.B નો કર્મચારી દિપક પંચાલ હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ અને 108 ઘટના સ્થળે આવી મૂર્તકની લાસને પી.એમ અર્થે રેફરલ ખાસેડાયી હતી.
From – Banaskantha Update