પાલનપુરના મલાણા નજીક બાઇક ઉપર ડીસાના 3 સવારી યુવકોને ટ્રકની ટક્કર મારતાં એક યુવકનું મોત

- Advertisement -
Share

ડીસાના 3 યુવકો શિવધારા રીસોર્ટ જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો : 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

 

ડીસાના ભોપાનગર વિસ્તારના 3 યુવકો બાઇક ઉપર પાલનપુર તાલુકાના મલાણા નજીક રીસોર્ટે ગયા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે ટક્કર મારતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતુ. જ્યારે 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના ભોપાનગર ત્રિકમવાડી વિસ્તારમાં રહેતાં મહેશભાઇ આલાભાઇ પરમાર, પંકજભાઇ વેરશીભાઇ મોચી અને નહેરુનગર ટેકરા વિસ્તારના અમિતભાઇ હીરાભાઇ બારોટ
બાઇક નં. GJ-08-CJ-9051 ઉપર પાલનપુર તાલુકાના મલાણા નજીક આવેલ રીસોર્ટે જવા નીકળ્યા હતા. જ્યાં મલાણા ચાર રસ્તાથી રીસોર્ટ જતાં માર્ગ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી.

 

અકસ્માતમાં મહેશભાઇને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પંકજભાઇ અને અમિતભાઇને ગંભીર ઇજાઓ પહોચતાં 108 વાન એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં
ખસેડાયા હતા. આ અંગે સાગરભાઇ આલાભાઇ પરમારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!